Not Set/ જાણો, વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૮ ભારતીય ક્રિકેટ ટીમ માટે ૫૦ – ૫૦ રહ્યું છે, કારણ કે વિદેશી ધરતી પર ભારતને કેટલીક મેચમાં હાર મળી છે તો કેટલાકમાં જીત. ત્યારબાદ હવે જયારે દુનિયાભરમાં નવા વર્ષ ૨૦૧૯ની શરુઆત થઇ ગઈ છે, ત્યારે હવે આ વર્ષ માટે પણ ટીમ ઇન્ડિયા તૈયાર છે. આ વર્ષના ક્રિકેટ કેલેન્ડર મુજબ, ભારત આ […]

Top Stories Trending Sports
BCCI 119637 730x419 m જાણો, વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૮ ભારતીય ક્રિકેટ ટીમ માટે ૫૦ – ૫૦ રહ્યું છે, કારણ કે વિદેશી ધરતી પર ભારતને કેટલીક મેચમાં હાર મળી છે તો કેટલાકમાં જીત. ત્યારબાદ હવે જયારે દુનિયાભરમાં નવા વર્ષ ૨૦૧૯ની શરુઆત થઇ ગઈ છે, ત્યારે હવે આ વર્ષ માટે પણ ટીમ ઇન્ડિયા તૈયાર છે.

આ વર્ષના ક્રિકેટ કેલેન્ડર મુજબ, ભારત આ વર્ષે ૯ ટેસ્ટ, ૩૧ વન-ડે, ૧૭ ટી-૨૦ મેચ, ઇન્ડિયન પ્રીમિયર લીગ તેમજ વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ પણ રમવાના છે.

વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો શિડયુલ :

संबंधित इमेज

૧. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ :

સિડનીમાં ૧ ટેસ્ટ મેચ અને ૧૨,૧૫, તેમજ ૧૮ જાન્યુઆરીના રોજ ત્રણ વન-ડે

૨. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ :

૨૩ થી ૩ ફેબ્રુઆરી સુધી ૫ વન-ડે મેચ

૬ થી ૧૦ ફેબ્રુઆરી વચ્ચે ૩ ટી-૨૦ મેચ

indian test team के लिए इमेज परिणाम

૩. ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ :

૨૪ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી ૫ વન-ડે

૧૦ અને ૧૩ માર્ચના રોજ બે ટી-૨૦ મેચ

૪. ઝિમ્બાબ્વેનો ભારત પ્રવાસ :

૧૫ વર્ષ બાદ ઝિમ્બાબ્વેની ટીમ ભારત આવી રહી છે, પરંતુ IPLના કારણે આ પ્રવાસની કોઈ તારીખ જાહેર થઇ નથી.

૫. ઇન્ડિયન પ્રીમિયર લીગ

૬. ICC વર્લ્ડકપ ૨૦૧૯ :

ઈંગ્લેંડમાં ૩૦ મેથી શરુ થઇ ૧૪ જુલાઈ સુધી ચાલશે

indian team के लिए इमेज परिणाम

૭. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ :

બે ટેસ્ટ, ત્રણ વન-ડે  અને ૩ ટી-૨૦ મેચ

૮. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ :

ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી

૯. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ, બાંગ્લાદેશનો ભારતનો પ્રવાસ

૨ ટેસ્ટ, ૩ ટી-૨૦ મેચ

૧૦. વેસ્ટ ઇન્ડીઝનો ભારતનો પ્રવાસ

અનુમાન મુજબ, ત્રણ વન-ડે તેમજ ૩ ટી-૨૦..