Not Set/ કોંગ્રેસના ઉમેદવારની પીટીશન બાદ હાઇકોર્ટે રાજ્યના આ કેબિનેટ મંત્રીને ફટકારી નોટીસ

અમદાવાદ, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે વિધાનસભામાં થયેલી જીતને પડકારતી અરજી બાદ તેઓ વિરુધ ગુજરાત હાઇકોર્ટે નોટીસ ફટકારી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતોથી જીત્યા હતા. તેમની આ જીતની ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. ભુપેન્દ્રસિંહ […]

Top Stories
647657 chudasamabhupendrasinh 020318 કોંગ્રેસના ઉમેદવારની પીટીશન બાદ હાઇકોર્ટે રાજ્યના આ કેબિનેટ મંત્રીને ફટકારી નોટીસ

અમદાવાદ,

રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે વિધાનસભામાં થયેલી જીતને પડકારતી અરજી બાદ તેઓ વિરુધ ગુજરાત હાઇકોર્ટે નોટીસ ફટકારી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતોથી જીત્યા હતા. તેમની આ જીતની ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમા પર ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા કોંગ્રેસના ઉમેદવાર રાઠોડે માંગ કરી છે કે, દરેક રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ. આ પીટીશન પર સુનાવણી હાથ ધરતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નોટિસ ઈશ્યૂ કરી છે જે ૮ માર્ચે રિટર્નેબલ છે.

ઉલ્લેખનીય છે કે, ધોળકા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા આ પીટીશન કરવામાં આવી હતી, જેમાં મત ગણતરીમાં કેટલીક અનિયમિતતા આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અશ્વિન રાઠોડે દાવો કર્યો છે કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે.

હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં રાઠોડે કહ્યું છે કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા ૪૨૯ વોટને રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા. આ ઉપરાંત ઈવીએમમાં ૨૯ મતો હતા, છતાંય તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા નહોતા. ધોળકા બેઠક પર ૧,૫૯,૯૪૬ મત પડ્યા હતા જ્યારે મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે, અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું