Cricket/ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડેમાં ભારતનો 66 રને પરાજય

કોરોના યુગમાં નવી જર્સી અને નવા વાતાવરણ વચ્ચે શુક્રવારે શરૂ થયેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વિરાટ સેનાને 66 રનના અંતરથી હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

Top Stories Sports
a 236 ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડેમાં ભારતનો 66 રને પરાજય

કોરોના યુગમાં નવી જર્સી અને નવા વાતાવરણ વચ્ચે શુક્રવારે શરૂ થયેલી વનડે સિરીઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વિરાટ સેનાને 66 રનના અંતરથી હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ  જીતવા માટે આપેલા 375 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતને યજમાનોની વિરુદ્ધ ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ તે નક્કર શરૂઆતમાં ફેરવી શકી નહીં અને મયંક અગ્રવાલ માત્ર 21 રને આઉટ થયો.

ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર પણ સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા,  પરંતુ ત્યારબાદ એક છેડે શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી હતી.

આ બંનેએ પાંચમી વિકેટ માટે 128 રનની ભાગીદારી કરી હતી અને ભારતને મેચમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. ધવને 86 બોલમાં 10 ચોગ્ગાથી 74 રન બનાવ્યા, જ્યારે હાર્દિકે 76 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 90 રન બનાવ્યા.  પછીથી  ભારતની હાર ઔપચારિકતા હતી અને તે સાબિત થઈ ગયું હતું.

અંતે ટીમ ઈન્ડિયા ક્વોટાની 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 308 રન જ બનાવી શકી હતી અને તે વિજયથી 66 રન દૂર રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ જમ્પાએ 4 અને હેઝલવુડે 3 વિકેટ લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…