Not Set/ #INDvAUS : પુજારાથી લઈ રોહિત સુધીના ૪ બેટ્સમેનોએ માત્ર ૬ રન બનાવી આ ખાસ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ રોમાંચક મુડમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ યજમાન ટીમ માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે. જો કે ત્યારબાદ ભારત દ્વારા ઓસ્ટ્રેલિયાની ટીમને ફોલોન આપવાનું ટાળવામાં આવ્યું હતું અને બેટિંગ કરવાનો નિર્ણય કરાયો […]

Top Stories Trending Sports
Cr2eeW4d #INDvAUS : પુજારાથી લઈ રોહિત સુધીના ૪ બેટ્સમેનોએ માત્ર ૬ રન બનાવી આ ખાસ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ રોમાંચક મુડમાં જોવા મળી રહી છે. ભારતે પોતાની પ્રથમ ઇનિગ્સ ૭ વિકેટના ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી હતી, ત્યારબાદ યજમાન ટીમ માત્ર ૧૫૧ રનમાં ટીમ સમેટાઈ ગઈ છે.

જો કે ત્યારબાદ ભારત દ્વારા ઓસ્ટ્રેલિયાની ટીમને ફોલોન આપવાનું ટાળવામાં આવ્યું હતું અને બેટિંગ કરવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કેપ્ટન કોહલીનો આ નિર્ણય ભારત માટે ખરાબ રહ્યો છે. બીજી ઇનિંગ્સમાં કાંગારું ઝડપી બોલર પેટ કમિન્સની ઘાતક બોલિંગ સામે ભારતીય ટીમનો ધબડકો થતા માત્ર ૫૪ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી.

DvgGLczWkAAosVo #INDvAUS : પુજારાથી લઈ રોહિત સુધીના ૪ બેટ્સમેનોએ માત્ર ૬ રન બનાવી આ ખાસ રેકોર્ડ કર્યો પોતાના નામે
sports-indvaus-team-india-second-innings-collapse-record-melbourne-test

ભારતે બીજી ઇનિંગ્સમાં હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાને અને રોહિત શર્માની વિકેટ ખુબ સસ્તામાં ગુમાવી હતી, પરંતુ આ સાથે જ ભારતીય બેટ્સમેનોએ એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હકીકતમાં, ફોલોન ટાળ્યા બાદ પુજારા અને કોહલી ૦ રન પર, રહાને ૧ રન અને રોહિત શર્મા ૫ રન બનાવી આઉટ થયા હતા. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના ૩ નંબરથી લઇ ૬ સુધીના બેટ્સમેનોએ માત્ર ૬ જ રન બનાવ્યા હતા.

આ સાથે જ ભારતે છેલ્લા ૭૨ વર્ષ જૂનો એક શરમજનક રેકોર્ડની બરાબરી કરી છે. આ પહેલા વર્ષ ૧૯૪૬માં પટૌડીની કેપ્ટનશિપ હેઠળ માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતીય ટીમે ૬ રન બનાવ્યા હતા.