બિપરજોય વાવાઝોડાનો ભોગ બનતા Biperjoy કેન્દ્રીય મંત્રી બચી ગયા છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા બિપરજોય વાવાઝોડાનો ભોગ બનતા બચી ગયા છે. તેઓ દ્વારકાના દરિયાકિનારે આવેલા એકાદશ મહાદેવના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. ગઇકાલે એકાદશી ગઈ હતી. કચ્છમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તો દ્વારકામાં કેન્દ્રીય મંત્રી રુપાલાએ બચાવ અને રાહત કામગીરી સંભાળી છે ત્યારે તે દ્વારકામાં આવેલા એકાદેશ મહાદેવના દર્શન કરવા ગયા હતા.
તે દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે બિપરજોય Biperjoy વાવાઝોડાના પગલે દરિયામાં ઉછળેલુ મોટું મોજું તેમના સહિત આખી ટુકડીને અથડાયું હતું. ઘડીભર માટે તો બધા હતપ્રભ થઈ ગયા હતા કે શું થયુ, પણ પુરુષોત્તમ રૂપાલાનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. શ્રદ્ધાળુઓએ આ ઘટનાને રુપાલા પર દ્વારકાધીશની કૃપા ગણાવી હતી. જ્યારે કેટલાકનું કહેવું હતું કે તેઓ જાણે છે કે બિપરજોય વાવાઝોડાના પગલે સમુદ્રમાં આટલા મોટા મોજા ઉછળે છે ત્યારે દરિયાકિનારે આવેલા આ મહાદેવના મંદિરે હાલમાં જવાની શી જરૂર હતી. Biperjoy વાવાઝોડું ઉતરી ગયા પછી પણ તે ત્યાં જઈ શક્યા હોત. તેમણે ત્યાં જઈને તેમના સહિત તેમની સાથેના અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેમા પણ હાલમાં તો સમગ્ર દ્વારકાના તંત્રની જવાબદારી તેમના શિરે છે ત્યારે તેઓએ આ પ્રકારનું ભરવાની જરૂર ન હતી. વાસ્તવમાં તેમણે હાલમાં તંત્ર પર વધુને વધુ સઘન રીતે ધ્યાન આપવાની જરૂર છે. શ્રદ્ધા જરૂરી છે, પરંતુ અત્યારે વાવાઝોડા સામે સબૂરીનો સમય છે. આ તો નસીબજોગે તક મળી ગઈ, હવે તે તેનો ઉપયોગ જનસેવા માટે કરે તો સારું.
આ પણ વાંચોઃ Biperjoy/ બિપરજોયનો સામનો કરવા માટો કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ ખડેપગે
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ચક્રવાત દરમિયાન 100 અથવા 150 KMની ઝડપનો પવન કેટલી તબાહી સર્જી શકે છે, તે ક્યારે ખતરનાક બને છે?
આ પણ વાંચોઃ Biperjoy/ કચ્છ માટે આફત સમાન બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સોનું
આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાને પહોંચી વળવા કચ્છની છેલ્લામાં છેલ્લી કેવી છે તૈયારી તે જાણો
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ આજે રાત્રે દરિયાકાંઠે અથડાઈ શકે છે બિપરજોય, જખૌ બંદરથી 140 કિમી દૂર