Not Set/ ગુજરાત કેડરનાં IPS અધિકારી મનોજ શશીધરની CBIનાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશીધરની CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થઈ છે. મતલબ કે તેઓ હવે ડેપ્યુટેશન પર દિલ્હી જશે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવવા અંગે મંજૂરી આપી દીધી છે. આપને જણાવી દઇએ કે, મનોજ શશીધર 1994ની બેચના ગુજરાત કેડરના IPS છે. CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો […]

Top Stories India
manoj.jpg1 ગુજરાત કેડરનાં IPS અધિકારી મનોજ શશીધરની CBIનાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશીધરની CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ થઈ છે. મતલબ કે તેઓ હવે ડેપ્યુટેશન પર દિલ્હી જશે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ મનોજ શશીધરને CBIના જોઈન્ટ ડાયરેક્ટર બનાવવા અંગે મંજૂરી આપી દીધી છે.

આપને જણાવી દઇએ કે, મનોજ શશીધર 1994ની બેચના ગુજરાત કેડરના IPS છે. CBIના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. મનોજ શશીધરને થોડા સમય પહેલા જ રાજ્યના ગુપ્તચર વિભાગના વડા બનાવાયા હતા. મનોજ શશીધર અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના SP, અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ રેંજના DIG, વડોદરા પોલીસ કમિશનર અને ગોધરા રેંજના એડિશનલ DG તરીકે સારી કામગીરી બજાવી ચૂક્યા છે.

આમ, પ્રધાનમંત્રી બન્યાં બાદ નરેન્દ્ર મોદીએ પોતાના વધુ એક વિશ્વાસુ IPSને CBIમાં નિયુક્ત કર્યા છે. અગાઉ રાકેશ અસ્થાના અને એકે શર્માને પણ CBIમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે એક વિવાદમાં બન્નેએ એકબીજા સામે ગંભીર આરોપ લગાવતા બન્નેને CBIમાંથી હટાવી લેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.