Not Set/ IND vs AUS/ મનીષ પાંડે બન્યો સુપરમેન, વોર્નરનો છલાંગ મારીને પકડ્યો કેચ, વીડિયો વાયરલ

ભારતીય બેટ્સમેન મનીષ પાંડે ભલે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં બેટ સાથે કોઇ ફાળો આપી શક્યો નહીં, પરંતુ તેણે ફિલ્ડર તરીકે એક સારુ પ્રદર્શન કરી રહ્યો છે. હાલની ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક એવા કર્ણાટકનાં ક્રિકેટરે ખતરનાક દેખાઇ રહેલા ડેવિડ વોર્નરની ઇનિંગ્સ સસ્તામાં સમાપ્ત કરવા માટે એક હાથે શાનદાર કેચ પકડ્યો હતો. […]

Top Stories Sports
Manish Pandey IND vs AUS/ મનીષ પાંડે બન્યો સુપરમેન, વોર્નરનો છલાંગ મારીને પકડ્યો કેચ, વીડિયો વાયરલ

ભારતીય બેટ્સમેન મનીષ પાંડે ભલે રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં બેટ સાથે કોઇ ફાળો આપી શક્યો નહીં, પરંતુ તેણે ફિલ્ડર તરીકે એક સારુ પ્રદર્શન કરી રહ્યો છે. હાલની ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક એવા કર્ણાટકનાં ક્રિકેટરે ખતરનાક દેખાઇ રહેલા ડેવિડ વોર્નરની ઇનિંગ્સ સસ્તામાં સમાપ્ત કરવા માટે એક હાથે શાનદાર કેચ પકડ્યો હતો. જે હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Warner Out IND vs AUS/ મનીષ પાંડે બન્યો સુપરમેન, વોર્નરનો છલાંગ મારીને પકડ્યો કેચ, વીડિયો વાયરલ

50 ઓવરમાં 341 રનનાં લક્ષ્યાંકનાં જવાબમાં કેપ્ટન એરોન ફિંચે વોર્નરની સાથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆત કરી હતી. વોર્નરે પરિચિત શૈલીમાં 11 બોલમાં 15 રન બનાવી દીધા. દરમિયાન, વોર્નરે મોહમ્મદ શમીનાં બોલમાં આક્રમક દેખાઇ રહ્યો હતો. તેણે શમીની ઓવરની પહેલી બોલમાં એક ચોક્કો ફટકારી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ત્યારબાદની બોલમાં તેણે એકવાર ફરી તોફાની શોટ મારી ચોક્કો મેળવવાનો પ્રયત્નવ કર્યો પરંતુ સાવચેત મનીષ પાંડેએ હવામાં કૂદીને તેને અદભૂત કેચમાં ફેરવ્યો હતો. ભારતીય ટીમમાં સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ખ્યાતિ મેળવનાર રવિન્દ્ર જાડેજા પણ મનીષનાં કેચથી સ્તબ્ધ થઈ ગયો હતો અને તેની ટીમનાં સાથી પાસે આવીને તેને હવામાં ઉંચકી લીધો હતો.

https://twitter.com/Vasanth71607947/status/1218164114884714496

જો કે બેટ સાથે મનીષનો દિવસ યાદગાર નહોતો, કેમ કે તે 2 રન પર જ આઉટ થઇ ગયો હતો. 27 વર્ષીય કર્ણાટકનાં ક્રિકેટરે રિષભ પંતની જગ્યા લીધી હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ વનડે દરમિયાન પંતને ઈજા થઈ હતી જેના કારણે તે આજની મેચમાં રમી શક્યો નહતો. પાંડેએ 16 મહિનાનાં અંતરે વનડેમાં વાપસી કરી હતી. પ્રતિભાશાળી ખેલાડીએ તેની છેલ્લી વનડે મેચ સપ્ટેમ્બર 2018 માં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.