અમદાવાદ/ માસ્ક ન પહેરનાર લોકો પાસે થી છેલ્લા 10 દિવસમાં જ 2.23 કરોડનો દંડ વસૂલાયો

રાજ્યમાં આ વખતે  કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી . જેમાં ખાસ કરીને અમદાવાદમાં  શહેરીજનો નિયમોના અનેક ફરિયાદો સામે આવી હતી. કોરોના ના આ કપરા  સમય માં નિયમ ભંગ બદલ પોલીસે શહેરીજનો પાસેથી 500 રૂપિયાથી લઈને 1000 હજાર સુધીનો દંડ વસુલ કર્યો હતો   જેના પગલે લોકો પાલન કરતા  જોવા મળી રહ્યા છે […]

Ahmedabad Gujarat
Untitled 93 માસ્ક ન પહેરનાર લોકો પાસે થી છેલ્લા 10 દિવસમાં જ 2.23 કરોડનો દંડ વસૂલાયો

રાજ્યમાં આ વખતે  કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી . જેમાં ખાસ કરીને અમદાવાદમાં  શહેરીજનો નિયમોના અનેક ફરિયાદો સામે આવી હતી. કોરોના ના આ કપરા  સમય માં નિયમ ભંગ બદલ પોલીસે શહેરીજનો પાસેથી 500 રૂપિયાથી લઈને 1000 હજાર સુધીનો દંડ વસુલ કર્યો હતો   જેના પગલે લોકો પાલન કરતા  જોવા મળી રહ્યા છે .નિયમના ભંગ  બદલ દંડ વસુલવો પડશે તેવા ડરને કારણે  લોકો માસ્ક ફરજીયાત પહેરતા  જોવા મળી રહ્યા છે તેમજ  સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરતા જોવા મળ્યા હતા.

નોધનીય છે કે  કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો બેદરકાર ખુબ જ જોવા મળી રહ્યા હતા . જેને લઈને નિયમનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે જૂન મહિનામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી લેવાતા દંડના આંકડો સામે આવ્યા છે.જેમાં  જૂનમાં 10 દિવસમાં 22, 349 લોકો પાસેથી 2 કરોડ 23 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે

જ્યારે એપ્રિલ અને મે મહિલાનમાં આ દંડની રકમમાં બે ગણો વધારો થયો હતો, એપ્રિલ મહિલાનામાં 52 હજાર લોકો માસ્ક વગર જોવા મળતા તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે મે મહિનામાં 56 હજાર લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં 60 હજારથી વધે દંડાયા તેવી શક્યતા જોવા મળી રહી છે.