Not Set/ બે કોરોના પોઝિટિવ આરોપી રાજકોટ સિવિલમાંથી થયા ફરાર, પોલીસને કરી ડબલ દોડતી…

  બોલો, એક તો રાજકોટ માટે કોરોના એમ પણ ખુબ મહેરબાન હોવાનું આંકડા કહી રહ્યા છે અને જ્યારે રાજ્યમાં કોરોનાનાં વાહકોનો રાફડો ફાટ્યો છે અને માટે જ કોરોના છાપરે ચડીને તાંડવ મચાવી રહ્યો છે, ત્યારે ખુટતું હોય તે આવા લોકો પુરૂ કરતા હોય છે. જી હા ફરીથી કોરોનાનાં વાહકો ફરાર થયાની વિગતો સામે આવી રહી છે અને […]

Gujarat Rajkot
2e11f592e4ad0d98d6b2ba99a917c032 બે કોરોના પોઝિટિવ આરોપી રાજકોટ સિવિલમાંથી થયા ફરાર, પોલીસને કરી ડબલ દોડતી...
 

બોલો, એક તો રાજકોટ માટે કોરોના એમ પણ ખુબ મહેરબાન હોવાનું આંકડા કહી રહ્યા છે અને જ્યારે રાજ્યમાં કોરોનાનાં વાહકોનો રાફડો ફાટ્યો છે અને માટે જ કોરોના છાપરે ચડીને તાંડવ મચાવી રહ્યો છે, ત્યારે ખુટતું હોય તે આવા લોકો પુરૂ કરતા હોય છે.

જી હા ફરીથી કોરોનાનાં વાહકો ફરાર થયાની વિગતો સામે આવી રહી છે અને આ લોકો પાછા સામાન્ય લોકો નથી કેદીઓ(આરોપીઓ) છે. જી હા, રાજકોટમાંથી બે આરોપી કે જે કોરોના પોઝિટિવ છે તે ફરાર થઇ ગયા છે. બે કોરોના પોઝિટિવ અને તે પણ આરોપી ફરાર થઇ જતા પોલીસ ધંધે લાગી ગઇ છે. એક તો આરોપી અને ફરી માથે કોરોના પોઝિટિવ…

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી બે આરોપી ફરાર થઇ ગયા છે અને ચિંતાનો વિષય તે છે કે બને આરોપીઓ કોરોના પોઝિટિવ છે. ભાગી ગયેલા બને કોરોના પોઝિટિવના આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીનાં ગુનામાં ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓનો કોરોના પોઝિટિવ આવતા કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે રખાયા હતા. મોકાનો લાભ લઇ બને આરોપી ફરાર થઇ ગયા હતા. કોરોના પોઝિટિવ આરોપી ફરાર થતા પોલીસ તંત્ર ડબલ દોડતું થયુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….