BJP MLA/ વિજયની સાથે ભાજપના વિધાનસભ્યોના ટેમ્પલ રનનો પ્રારંભ

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવતા 182માંથી 156 બેઠક મેળવી છે. આ વિજયના લીધે ગદગદિત થઈ ગયેલા ભાજપના વિધાનસભ્યો આ વિજયના માટે મોવડીમંડળનો આભાર માનવાની સાથે દૈવીકૃપાનો પણ આભાર માની રહ્યા છે.

Top Stories Gujarat
Ma Ambaji darshan વિજયની સાથે ભાજપના વિધાનસભ્યોના ટેમ્પલ રનનો પ્રારંભ

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવતા 182માંથી 156 બેઠક મેળવી છે. આ વિજયના લીધે ગદગદિત થઈ ગયેલા ભાજપના વિધાનસભ્યો આ વિજયના માટે મોવડીમંડળનો આભાર માનવાની સાથે દૈવીકૃપાનો પણ આભાર માની રહ્યા છે. આ વિજેતા ધારાસભ્યોએ મોવડી મંડળ અને જનતાનું અભિવાદન ઝીલ્યા પછી હવે ઇશ્વરના ચરણે શીશ ઝૂકાવવા માંડ્યુ છે.

વિજય પછી તરત જ થરાદના વિધાનસભ્ય શંકર ચૌધરી અંબાજી માતાના દર્શને જઈ આવ્યા છે. તેના પછી વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યોમાં અંબાના દર્શનાર્થે ગયા હતા. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાઠકરેમાં અંબાનાચરણોમાં શીશ ઝુકાવ્યું હતુ.

ધારાસભ્યોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ રિદ્ધિ સિદ્ધિ મંદિરના પણ દર્શન કરીને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા, તેની સાથે જ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યઓનું અંબાજી મંદિરમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીમંડળમાં પસંદગીના પગલે વધુને વધુ મંત્રીઓમાં પણ આ રીતે ટેમ્પલ રન જોવા મળી શકે છે.

વડાપ્રધાન મોદી દ્વારા જે રીતે ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈને અને પૂજા કરીને જે રીતે પોતાની ધર્મપ્રિય છબી ઉભી કરવામાં આવી છે. તેની અસર ભાજપના વિધાનસભ્યો પર પણ જોવા મળી શકે છે. ભાજપના વિધાનસભ્યો પણ હવે આ રીતે વારંવાર મંદિરની મુલાકાતે જતાં જોવા મળે અને ત્યાં પૂજા કરતા જોવા મળે તો કોઈને આશ્ચર્ય નહી થાય. કદાચ ભવિષ્યમાં પ્રધાનપદ અને વિધાનસભ્ય પદ જાળવી રાખવાની આ જ ચાવી છે.

આ પણ વાંચોઃ

પીએમ મોદી ગુજરાત પ્રવાસ/પીએમ મોદી સાથે 182 વિધાનસભ્યોનું ભોજનઃ ગુજરાતી,કાઠિયાવાડી, પંજાબી વાનગી પીરસાશે

security/શપથવિધિ પૂર્વે ગાંધીનગરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ