લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ભરતીના આગળના તબક્કાઓમાં ઉમેદવારી રદ કરવા અને પસંદગીનો હક જતો કરવા માટે અજાણ્યાએ ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી હતી. આ મામલે ઉમેદવાર દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021-22ની લોક રક્ષકની ભરતીમાં ફરિયાદીએ લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરી હતી અને ફરિયાદી દ્વારા તેના ભાઈનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
ત્યારે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવા માટે કોઈ અજાણ્યાએ 8-10-2022ના રોજ ઉમેદવારની જન્મ તારીખે એન્ટર કરીને ઓનલાઈન ફોર્મમાં રજીસ્ટ્રેશન નંબર ઉપર આવેલા ઓટીપીનો ઉપયોગ કરીને ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં આગળના તબક્કાઓમાં પોતાની ઉમેદવારી રદ કરવા માંગે છે અને તે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા માગે છે તે બાબતેની એક અરજી અપલોડ કરી હતી.
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા ટેકનિકલ સર્વે લેન્સના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારના ફોર્મમાં ખોટી સહી કરીને તેની ઉમેદવારી પરત ખેંચવા બાબતેની ખોટી અરજી સુરતના પુણાગામ ખાતે રહેતી જાગૃતિ પાંડવ નામની યુવતી દ્વારા કરવામાં આવી છે. તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાગૃતિ પાંડવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બાદ માહોલ ગરમાયો, પોલીસ ફરિયાદ નોંધાઇ
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયા ગોકાણી
આ પણ વાંચો:AMCનું 2023-24નું કાલે બજેટ, 9200 કરોડના બજેટમાંથી પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત મળશે
