Colombia Earthquake Massive Destruction News: કોલંબિયામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક 240ને પાર પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. હજુ પણ બે હજારથી વધુ લોકો ગુમ હોવાના અહેવાલો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેથી મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હજારો ઈમારતો ધરાશાયી
કોલંબિયામાં (Colombia) ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે અત્યાર સુધીમાં બે હજારથી વધુ ઈમારતોને નુકસાન થયું છે અથવા તે સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત આશરે 100 શાળાઓ અને 20 જેટલી હોસ્પિટલોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. અનેક ઐતિહાસિક ઈમારતો પણ આ કુદરતી આફતમાં નષ્ટ થઈ છે.
Colombia એરપોર્ટ પર અફરાતફરી
ભૂકંપ બાદ કોલંબિયાના(Colombia) મુખ્ય એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળે છે. કેટલાક લોકો સુરક્ષા માટે એરપોર્ટના મોટા પિલરોનો સહારો લેતા પણ નજરે પડે છે.
બચાવ કામગીરી ચાલુ
ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે. ગુમ થયેલા લોકોની સંખ્યા મોટી હોવાથી આગામી કલાકો દરમિયાન વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કોલંબિયામાં થયેલી આ કુદરતી આફતથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને નુકસાનનું સંપૂર્ણ આકલન હજુ બાકી છે. હાલ સરકાર અને બચાવ એજન્સીઓનું મુખ્ય ધ્યાન લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા પર છે.
આ પણ વાંચો:કોલંબિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, મૃત્યુઆંક 111 પર પહોંચ્યો
આ પણ વાંચો:ચીનમાં ડોલ્ફિન વાવાઝોડાનો આતંક; 1300 ફ્લાઈટ્સ રદ, લાખો લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો:પાકિસ્તાન સરહદે મળી આવી સદીઓ જૂની વસાહત; પુરાતત્વિય સાઇટ પર મોટા ખુલાસા
