Aaj nu Rashifal/ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વધશે યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા; જાણી લો અર્ઘ્ય આપવાની શાસ્ત્રોક્ત સાચી રીત

સૂર્યદેવને જળ અર્પણ (Offering water to the Sun)કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને સમાજમાં યશ-પ્રતિષ્ઠા મળે છે. જાણી લો સૂર્યદેવને અર્ઘ્ય આપવાની સાચી રીત, મંત્ર અને અર્ઘ્ય પાત્રના નિયમો.

Aaj Nu Rashifal Dharma & Bhakti
Offering water to the Sun God Learn way

Dharma & Bhakti News : સનાતન હિંદુ ધર્મમાં સૂર્ય પૂજાની પરંપરા સદીઓ જૂની અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જેમના પ્રત્યક્ષ દર્શન થાય છે. સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ (અર્ઘ્ય) અર્પણ (Offering water to the Sun) કરવાની પરંપરા માત્ર ધાર્મિક દ્રષ્ટિ(Religious perspective)એ જ નહીં, પરંતુ જ્યોતિષ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, યશ, કીર્તિ, પદ-પ્રતિષ્ઠા અને પિતૃત્વના કારક માનવામાં આવ્યા છે.

Offering water to the Sun : યશ, પ્રતિષ્ઠા અને કરિયર સાથે સૂર્ય પૂજાનો સંબંધ

જ્યોતિષીય માન્યતા અનુસાર, નિયમિત રીતે સૂર્યદેવની ઉપાસના કરવાથી કુંડળી (Horoscope)માં સૂર્ય ગ્રહ મજબૂત થાય છે. સૂર્ય બળવાન બનતાં વ્યક્તિને સમાજ (Society)માં માન-સન્માન, કીર્તિ અને ઉચ્ચ પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત કરિયરમાં ઝડપી પ્રગતિ, સરકારી કામકાજમાં સફળતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં અદ્ભુત વધારો થાય છે. જ્યોતિષમાં સૂર્ય પૂજાને ધન-ધાન્ય, સંતાન સુખ અને જીવનમાં શિસ્ત લાવનારી પણ માનવામાં આવી છે.

Sun God

સૂર્યદેવને અર્ઘ્ય આપવાની સાચી અને શાસ્ત્રોક્ત રીત

દરરોજ સવારે (Every morning)અથવા ખાસ કરીને રવિવારે સૂર્યોદય સમયે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને જળ અર્પણ કરવું.તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરી તેમાં લાલ ચંદન (રોળી), લાલ ફૂલ અને ઈચ્છા હોય તો થોડો ગોળ તથા ઘઉંના દાણા ઉમેરી શકાય છે.બંને હાથથી પાત્રને પકડી, સૂર્યદેવ તરફ મુખ રાખી જળની ધાર બનાવીને ધીમે-ધીમે જળ અર્પણ કરો.અર્ઘ્ય આપતી વખતે ‘ૐ સૂર્યાય નમઃ’ અથવા ‘ૐ ઘૃણિ સૂર્યાય નમઃ’ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરવો જોઈએ.

અર્ઘ્ય માટે કયા પાત્રનો ઉપયોગ કરવો?

સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે તાંબાનું પાત્ર (લોટો) સૌથી પવિત્ર અને શુભ ગણાય છે, કારણ કે તાંબુ એ સૂર્યદેવ સાથે જોડાયેલી ધાતુ છે. જો તાંબાનું પાત્ર ન હોય તો પિત્તળના લોટાનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ મુજબ લોખંડ, સ્ટીલ કે પ્લાસ્ટિકના પાત્રથી ક્યારેય સૂર્યદેવને અર્ઘ્ય ન આપવું જોઈએ.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :