Aaj nu Rashifal/ અંતિમ સંસ્કાર વખતે કેમ આપવામાં આવે છે મુખાગ્નિ? જાણી લો તેની પાછળનું ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્ય

ગરુડ પુરાણ મુજબ અંતિમ સંસ્કારમાં મુખાગ્નિ (Mukhagni)આપવાનું શું મહત્વ છે? જાણો દેહને પંચતત્વોમાં વિલીન કરવાની વિધિ, સૂર્યાસ્ત પછી દાહ સંસ્કાર ન કરવા અને મૃતદેહને એકલો ન છોડવાના નિયમો.

Aaj Nu Rashifal Dharma & Bhakti
Mukhagni Discover the amazing secret

Dharma & Bhakti News : સનાતન હિંદુ ધર્મમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ સોળ સંસ્કારોનું વિધાન કરવામાં આવ્યું છે. આ સોળ સંસ્કારોમાં સૌથી છેલ્લો અને અત્યંત મહત્વપૂર્ણ સંસ્કાર એટલે ‘અંત્યેષ્ટિ’ (Mukhagni)અથવા અંતિમ સંસ્કાર. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું ભૌતિક શરીર છોડીને પરલોક તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેના દેહને પંચતત્વોમાં વિલીન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ગરુડ પુરાણ (Garuda Puran) મુજબ, આ તમામ વિધિઓમાં ‘મુખાગ્નિ’ આપવાનું વિશેષ અને ગૂઢ આધ્યાત્મિક મહત્વ રહેલું છે.

Mukhagni : શું છે ‘મુખાગ્નિ’ અને તેના વિધાનનો અર્થ?

હિંદુ શાસ્ત્રો મુજબ માનવ શરીર (Human Body)પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પાંચ તત્વો (Five Elements)નું બનેલું છે. મૃત્યુ બાદ આત્મા દેહનો ત્યાગ કરે છે. અંતિમ સંસ્કાર પૂર્વે મૃતદેહને પવિત્ર સ્નાન કરાવી, નવા વસ્ત્રો અર્પણ કરી અને ચંદનનું તિલક કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારનો જેષ્ઠ પુત્ર અથવા નજીકનો સભ્ય મૃતદેહની પરિક્રમા કરીને મુખ તરફથી દાહ-અગ્નિ પ્રજ્વલિત કરે છે. મુખ તરફથી અગ્નિ આપવાની આ વિધિને શાસ્ત્રોમાં ‘મુખાગ્નિ’ કહેવાય છે.

AGNISANSKAR

વાણી, પ્રાણ અને ભૌતિક બંધનોના વિસર્જનનું પ્રતીક

સનાતન પરંપરામાં મનુષ્યના મુખને વાણી, આહાર અને પ્રાણશક્તિનું મુખ્ય દ્વાર ગણવામાં આવે છે. તેથી મુખાગ્નિ એ જીવન સાથે જોડાયેલા ભૌતિક શરીરના અંતિમ બંધનના સદંતર વિસર્જનનું પ્રતીક છે. અગ્નિના માધ્યમથી શરીર ધીમે-ધીમે પંચતત્વોમાં વિલીન થઈને ફરી પ્રકૃતિને સોંપાઈ જાય છે, જેથી આત્માની આગળની લોકની યાત્રા સરળ બને છે.

અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા શાસ્ત્રોક્ત નિયમો

શાસ્ત્રીય પરંપરા અનુસાર સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી દાહ સંસ્કાર કરવામાં આવતો નથી, કારણ કે દિવસનો પ્રકાશ આધ્યાત્મિક રીતે શુભ અને આત્માની સદગતિ માટે અનુકૂળ માનવામાં આવે છે.જો વ્યક્તિનું અવસાન રાત્રે થાય, તો તેના પાર્થિવ દેહને ક્યારેય એકલો છોડાતો નથી. પરિવારજનો રાતભર તેની પાસે બેસીને ભગવદ ગીતાના પાઠ, મંત્રજાપ અને ઈશ્વરનું નામસ્મરણ કરે છે, જેથી દિવંગત આત્માને શાંતિ મળે.આમ, ગરુડ પુરાણ મુજબ મુખાગ્નિ એ માત્ર એક વિધિ નથી, પરંતુ દેહને પંચતત્વોમાં વિલીન કરી આત્માને પરલોક તરફ વિદાય આપવાની એક અત્યંત પવિત્ર આધ્યાત્મિક પ્રક્રિયા છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :