india news/ 15 ઓગસ્ટ પહેલા ભારત પર આતંકી હુમલાનું ષડયંત્ર? ISIના ઈશારે હુમલાની ચેતવણી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

15 August Alert: 15 ઓગસ્ટ પહેલા ભારત વિરુદ્ધ આતંકી હુમલાના ઈનપુટથી સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. ISIના ઈશારે દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને ટિયર-2 શહેરોને નિશાન બનાવવાની આશંકા.

Top Stories India

 15 August Alert: દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ ગુપ્તચર ઇનપુટ સામે આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે ભારત વિરોધી તત્વો 15 ઓગસ્ટની આસપાસ હુમલાની પ્રયત્ન કરી શકે છે. આ ઇનપુટ બાદ દેશની સુરક્ષા એજન્સીઓને વધુ સતર્ક કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સંભવિત ખતરો માત્ર સરહદી વિસ્તારો સુધી સીમિત ન રહે તેવી શક્યતા છે. દેશના આંતરિક વિસ્તારોમાં પણ હુમલાના પ્રયાસ થઈ શકે છે. ખાસ કરીને ટિયર-2 શહેરોને નિશાન બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે મોટા મેટ્રો શહેરોની સરખામણીએ આવા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અલગ પ્રકારની હોય છે.

દિલ્હી અને જમ્મુ-કાશ્મીર પર નજર

ગુપ્તચર બ્યુરોના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ISIનું માનવું છે કે 15 ઓગસ્ટના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓનું ધ્યાન મોટા પાયે સ્વતંત્રતા દિવસની ઉજવણી અને તેની સુરક્ષા પર રહેશે. આવી સ્થિતિનો ફાયદો ઉઠાવીને હુમલાનો પ્રયાસ થઈ શકે છે.

ઇનપુટ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાના પ્રયાસો થઈ શકે છે. આ ઉપરાંત બાંગ્લાદેશ સાથે જોડાયેલી સરહદનો ઉપયોગ કરીને પણ આતંકી તત્વોને ભારતમાં પ્રવેશ કરાવવાની કોશિશ થવાની આશંકા છે.

ટિયર-2 શહેરોને પણ નિશાન બનાવવાની આશંકા

સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો બીજો મુદ્દો દેશના નાના અને મધ્યમ કદના શહેરો છે. ગુપ્તચર માહિતી પ્રમાણે, આતંકી સંગઠનો મેટ્રો શહેરોની સરખામણીએ ઓછી સુરક્ષા ધરાવતા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. જેના પગલે વિવિધ રાજ્યોની સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પાકિસ્તાનના આંતરિક પડકારો વચ્ચે હુમલાની આશંકા

ગુપ્તચર અધિકારીના જણાવ્યા પ્રમાણે, સરહદ પારથી મળતા સંકેતો પરથી એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન પર અનેક પ્રકારનું દબાણ છે. જમ્મુ-કાશ્મીર ઉપરાંત બલુચિસ્તાનમાં પણ ચાલી રહેલી અશાંતિ વચ્ચે પાકિસ્તાની તંત્રનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ શકે છે.

આ પરિસ્થિતિમાં ભારત વિરુદ્ધ કોઈ મોટી આતંકી કાર્યવાહી કરીને વાતાવરણ બદલવાનો પ્રયાસ થઈ શકે છે. જોકે, ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઇનપુટને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સંભવિત ખતરાને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લઈ રહ્યાં છે.


આ પણ વાંચો: સ્પેશિયલ સેલનો મોટો ધડાકો: ISI સાથે જોડાયેલા 11 શખ્સોની ધરપકડ, સોલાર કેમેરા પાછળનો કાળો ખેલ બહાર

આ પણ વાંચો: રેલવે ટ્રેકથી જંતર-મંતર સુધી આતંકી કનેક્શન, CCTV અને હથિયારો સાથે આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો: વડોદરા ATS તપાસ: જૈશ-એ-મોહમ્મદના બે શંકાસ્પદ આતંકીઓ સયાજીગંજની હોટલમાં રોકાયા હોવાનો ખુલાસો