Aaj nu Rashifal/ અયોધ્યા રામ મંદિરના CEO પદ માટે સંતોની ખાસ માગ; જાણો શું છે રામાનંદી પરંપરા અને તેનો ભગવાન રામ સાથે સંબંધ

અયોધ્યા રામ મંદિરના (Ram temple) CEO પદ માટે સંત સમાજે રામાનંદી પરંપરા સાથે જોડાયેલી વ્યક્તિની નિમણૂક કરવા માગ કરી છે. જાણો સ્વામી રામાનંદાચાર્ય દ્વારા શરૂ કરાયેલા રામાનંદી સંપ્રદાય અને અયોધ્યા વચ્ચેના પવિત્ર સંબંધ વિશે.

Aaj Nu Rashifal Ayodhya News Trending Dharma & Bhakti
Ayodhya saints demand post of CEO Ram temple

Dharma & Bhakti : અયોધ્યાના ભવ્ય રામ મંદિર (Ram temple)માં રામલલાના દર્શન કરવા માટે પ્રતિદિન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. હાલમાં જ રામ મંદિરમાં ચઢાવાની ચોરી (Theft of undergarments)નો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા વહીવટી વ્યવસ્થાને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વહીવટી પદની નિમણૂકને લઈને અયોધ્યાના સંત સમાજે એક મોટી અને વિશિષ્ટ માંગણી રજૂ કરી છે.

Ram temple : CEO પદ માટે રામાનંદી પરંપરાના વ્યક્તિની માગ કેમ?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ધાર્મિક સમિતિના સભ્ય અને સિદ્ધપીઠ હનુમાનનિવાસના મહંત આચાર્ય મિથિલેશનંદિનીશરણ સહિતના અગ્રણી સંતોનું માનવું છે કે, રામ મંદિરના વહીવટમાં માત્ર વહીવટી કુશળતા જ નહીં પરંતુ ધાર્મિક મર્યાદાઓ અને પરંપરાઓનો ઊંડો આદર હોવો અનિવાર્ય છે. સંતોની માગ છે કે રામ મંદિરના CEO તરીકે એવી વ્યક્તિ કે સંતની પસંદગી થવી જોઈએ જેઓ રામાનંદી પરંપરા (Ramanandi tradition)સાથે જોડાયેલા હોય અને મઠ-મંદિરોની સનાતન વિધિઓને સારી રીતે સમજતા હોય.

RAMANANDI

શું છે રામાનંદી પરંપરા?

રામાનંદી પરંપરા એ હિંદુ ધર્મ (Hinduism)ની વૈષ્ણવ શાખાનો એક અત્યંત પ્રભાવશાળી અને પવિત્ર સંપ્રદાય છે. આ પરંપરામાં ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીને આરાધ્ય દેવ માનીને પૂર્ણ સમર્પણ સાથે ભક્તિ કરવામાં આવે છે. ઉત્તર ભારત (North India)માં રામભક્તિનો વ્યાપ વધારવામાં આ સંપ્રદાયનું પ્રદાન અપ્રતિમ છે.

રામાનંદી સંપ્રદાયની શરૂઆત અને સ્વામી રામાનંદાચાર્યનું પ્રદાન

રામાનંદી સંપ્રદાયની સ્થાપના મધ્યકાલીન ભારતના મહાન સંત સ્વામી રામાનંદાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. તે સમયે સમાજમાં પ્રવર્તતા જાતિવાદ અને ઊંચ-નીચના ભેદભાવોને ફગાવીને તેમણે “જાતિ-પાંતિ પૂછે નહિ કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોઈ” નો સંદેશ આપ્યો હતો. તેમણે ભક્તિનો માર્ગ સમાજના દરેક વર્ગ માટે સરળ અને સુલભ બનાવ્યો, જેથી તમામ જાતિના લોકો તેમના શિષ્ય બન્યા.

અયોધ્યા અને રામાનંદી પરંપરાનો અદ્ભુત સંબંધ

અયોધ્યા સદીઓથી રામભક્તિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યાં મોટાભાગના મઠ અને મંદિરો રામાનંદી પરંપરા અનુસાર સંચાલિત થાય છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ મંદિરની તમામ પૂજા-અર્ચના, ભોગ અને અનુષ્ઠાનો વૈષ્ણવ રામાનંદી રીત-રિવાજો મુજબ જ કરવામાં આવે છે. આ જ કારણે સંતો માને છે કે રામ મંદિરના CEO ધાર્મિક પરંપરાના જ્ઞાતા હશે તો જ મંદિરની પવિત્રતા અને વહીવટ બંને સુચારૂ રૂપે જળવાઈ રહેશે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :