Aaj nu Rashifal/ વરસાદનું પાણી દૂર કરશે ઘરની આર્થિક તંગી અને માનસિક અશાંતિ; અજમાવો વાસ્તુ અને જ્યોતિષના આ સરળ ઉપાયો

ચોમાસામાં વરસાદનું સ્વચ્છ પાણી (rainwater vastu) એકત્ર કરીને કેટલાક સરળ વાસ્તુ અને જ્યોતિષીય ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક તંગી, નકારાત્મકતા અને માનસિક તણાવ દૂર થાય છે. જાણો લક્ષ્મી કૃપા અને ઉત્તમ સ્વાસ્થ્ય માટેના અચૂક ઉપાયો.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti
rainwater vastu eliminate financial hardship

Dharma & Bhakti : ચોમાસાની ઋતુ માત્ર વાતાવરણને ખુશનુમા અને ધરતીને લીલીછમ જ નથી બનાવતી, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ ((rainwater vastu) )વિજ્ઞાનમાં પણ વરસાદના પાણીને અત્યંત પવિત્ર અને સકારાત્મક ઊર્જાથી ભરપૂર માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત વરસાદનું જળ એકત્ર કરીને કેટલાક ખાસ વાસ્તુ ઉપાયો (Vastu Remedies)કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા (Negativity)દૂર થાય છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો માર્ગ મોકળો બને છે.જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત વરસાદના પાણીથી કરી શકાય તેવા કેટલાક અચૂક અને સરળ ઉપાયો વિશે વિગતે જાણીએ.

LAKSHAMI JI
LAKSHAMI JI

rainwater vastu : નાણાકીય તંગી અને કટોકટી દૂર કરવા માટેનો ઉપાય

જો તમે લાંબા સમયથી આર્થિક સંકટ, દેવા કે પૈસાની અછતનો સામનો કરી રહ્યા હોવ, તો વરસાદનું પવિત્ર જળ (The sacred water of the rain)માટીના ઘડામાં અથવા તાંબાના વાસણમાં એકત્ર કરી લો. હવે આ જળમાં એક ચપટી હળદર ઉમેરીને તેને ઘરની ઉત્તર દિશા (જે કુબેર અને લક્ષ્મીજીની દિશા ગણાય છે) માં રાખી દો. ત્યારબાદ સતત 11 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે આ પાત્ર પાસે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ઘરમાં ધન-ધાન્ય અને લક્ષ્મીજીના આગમનના યોગ બને છે.

ઉત્તમ સ્વાસ્થ્ય અને મનની શાંતિ માટે શિવજીનો અભિષેક

પરિવારમાં (Family)કોઈ સભ્ય અવારનવાર બીમાર રહેતું હોય અથવા માનસિક અશાંતિથી પીડાતું હોય, તો તાંબા કે સ્ટીલના પાત્રમાં એકત્ર કરેલું વરસાદનું સ્વચ્છ પાણી લઈને શિવમંદિરે જવું. આ પાણીથી ભગવાન શિવનું ધ્યાન ધરીને શિવલિંગ પર જળાભિષેક કરો અને સાથે જ 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. માન્યતા મુજબ, આ ઉપાયથી રોગ-દોષમાંથી મુક્તિ મળે છે અને મન સંપૂર્ણપણે સકારાત્મક બને છે.

ચંદ્ર ગ્રહને મજબૂત કરી માનસિક તણાવથી મુક્તિ મેળવવાનો ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર ગ્રહને મન, વિચાર અને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં નબળો ચંદ્ર હોય તો ઊંઘ ન આવવી, માનસિક અશાંતિ અને નિર્ણયશક્તિ નબળી પડવા જેવી સમસ્યાઓ થાય છે. ચંદ્રને બળવાન કરવા માટે વરસાદના સ્વચ્છ પાણીને લીલા રંગની કાચની બોટલમાં ભરીને ઘરના કોઈ શાંત ખૂણામાં રાખી દેવું. આ પાણી આખું વર્ષ સાચવી શકાય છે અને આગામી ચોમાસામાં તેને બદલીને નવું પાણી ભરી શકાય છે.વાસ્તુના આ તમામ ઉપાયો માટે હંમેશાં આકાશમાંથી સીધું પડતું અને ધૂળ-માટી વગરનું સ્વચ્છ જળ જ ઉપયોગમાં લેવું. આ પાણીનો ઉપયોગ પીવા કે રસોઈ માટે કરવો નહીં અને પવિત્રતા જાળવવી.


આ પણ વાંચો :શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?

આ પણ વાંચો :મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ

આ પણ વાંચો :શ્રીકૃષ્ણે દુર્યોધનનું ભોજન કેમ ઠુકરાવ્યું? મહાભારતનો આ પ્રસંગ તમારી વિચારવાની રીત બદલી નાખશે!