National News/ ચીનમાં ડોલ્ફિન વાવાઝોડાનો આતંક; 1300 ફ્લાઈટ્સ રદ, લાખો લોકોનું સ્થળાંતર

ચીનના પૂર્વીય તટ તરફ આગળ વધી રહેલા ‘ડોલ્ફિન’ વાવાઝોડાને(Typhoon Dolphin) કારણે શંઘાઈમાં 1300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જાણો વાવાઝોડાની સંપૂર્ણ અપડેટ.

Top Stories World
Typhoon Dolphin

China Typhoon Dolphin Alert News:  ચીનના પૂર્વી કિનારા તરફ આગળ વધી રહેલું વાવાઝોડું ‘ડોલ્ફિન’(Typhoon Dolphin) હવે તેની અસર બતાવી રહ્યું છે. શનિવારે ઝેજિયાંગ પ્રાંતના હાંગઝોઉ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને શાંઘાઈમાં લગભગ 1300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. સાથે જ મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

typhoon-dolphin-hits-china-coast-alert

હાંગઝોઉમાં ભારે વરસાદ, તંત્ર એલર્ટ

વાવાઝોડું(Typhoon Dolphin) આવે તે પહેલાં જ ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. હાંગઝોઉના બજારોમાં દુકાનદારોએ ટેન્ટ અને અન્ય અસ્થાયી માળખાં હટાવવાનું શરૂ કર્યું છે. ભારે પવનમાં ઉડીને નુકસાન પહોંચાડી શકે તેવી વસ્તુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહી છે.

typhoon-dolphin-hits-china-coast-alert

162 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની શક્યતા

વાવાઝોડા ડોલ્ફિન(Typhoon Dolphin) સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તેની ઝડપ લગભગ 162 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે ઝેજિયાંગ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં 500 મિલીમીટર સુધી વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરનું જોખમ વધી શકે છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

typhoon-dolphin-hits-china-coast-alert

1300 ફ્લાઈટ્સ રદ, 500થી વધુ જહાજો ખસેડાયા

વાવાઝોડાની અસર શાંઘાઈના હવાઈ પરિવહન પર પણ પડી છે. હાંગકિયાઓ અને પુડોંગ એરપોર્ટ પરથી લગભગ 1300 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાંઘાઈના યાંગશાન બંદર પરથી 500થી વધુ જહાજોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

typhoon-dolphin-hits-china-coast-alert

લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઝેજિયાંગના તાઈઝોઉ વિસ્તારમાં લગભગ 3.9 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઈમરજન્સી ટીમોને તૈયાર રાખવામાં આવી છે. વાવાઝોડું દરિયાકિનારે અથડાયા બાદ તેની તીવ્રતા ઘટી શકે છે, પરંતુ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેથી ચીનનું(China) તંત્ર લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યું છે.


આ પણ વાંચો:પાકિસ્તાન સરહદે મળી આવી સદીઓ જૂની વસાહત; પુરાતત્વિય સાઇટ પર મોટા ખુલાસા

આ પણ વાંચો:અમેરિકી સાંસદનો ટ્રમ્પ પર ગંભીર આક્ષેપ; ઈરાન યુદ્ધ અને માર્કેટ સાથે રમત રમવાનો દાવો

આ પણ વાંચો:નેતન્યાહૂનો નિર્ણય, ‘હું PM છું ત્યાં સુધી ફિલિસ્તીની રાજ્ય નહીં બને’; ટ્રમ્પના 15 મુદ્દાના પ્લાનને ઝટકો