Student missing/ અમદાવાદની રઘુવીર સ્કૂલના નવમાં ધોરણનો વિદ્યાર્થી ગુમ થતાં વાલીનો હોબાળો

અમદાવાદમાં આવેલી રઘુવીર સ્કૂલનો નવમા ધોરણનો વિદ્યાર્થી ગુમ થયો છે. આ વિદ્યાર્થી હજી સુધી મળ્યો નથી. રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુમ થતા વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હવે 24 કલાકની શોધખોળ બાદ પણ વિદ્યાર્થી ન મળતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.

Top Stories Gujarat
Student missing
  • નવમા ધોરણનો વિદ્યાર્થી 24 કલાકથી ગુમ
  • શાળાના શિક્ષકે ઠપકો આપતા ગુમ થયાનો આરોપ
  • સ્કૂલ છૂટ્યા પછી બાળક દરવાજાની બહાર જતો સીસીટીવી ફૂટેજમાં દેખાયો

Student missing અમદાવાદમાં આવેલી રઘુવીર સ્કૂલનો નવમા ધોરણનો વિદ્યાર્થી ગુમ થયો છે. આ વિદ્યાર્થી હજી સુધી મળ્યો નથી. રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ગુમ થતા વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હવે 24 કલાકની શોધખોળ બાદ પણ વિદ્યાર્થી ન મળતા Student missing વાલીઓ શાળાએ પહોંચ્યા હતા.

શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યા પછી વિદ્યાર્થી ત્યારથી ગુમ થયેલો છે. તેના પગલે માતાપિતા હેરાનપરેશાન થઈ ગયા છે. વિદ્યાર્થીની માતા રડતી આંખે સવાલ કરી રહી છે કે મારું બાળક શાળામાંથી ગુમ કઈ રીતે થાય. શિક્ષકેએને એવો તે કેવો ઠપકો આપ્યો કે બાળક ઘરે ન આવતા સ્કૂલ છોડીને જતો રહ્યો. કોઈ અઘટિત ઘટના બની તો જવાબદારી કોની હશે. બાળકને ગુમ થયાને દિવસ થતાં વાલીએ તરત જ સ્કૂલે પહોંચીને માથાકૂટ કરી હતી.

બાળક અંગે શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં નારાજગી વધી રહી છે. જ્યારે શાળામાં બાળકને ઠપકો આપ્યો ત્યારબાદ બાળક આ શાળામાંથી ભાગી રહ્યો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, કઇ રીતે શાળાનાં મુખ્ય દરવાજામાંથી વિદ્યાર્થી ભાગી રહ્યો છે .જોકે, સીસીટીવીમાં દેખાય છે કે, તે જ્યારે ભાગી રહ્યો છે તે પહેલા તે મુખ્ય દરવાજા પાસેનાં બાકડાં પર પણ બેઠો હતો. અને તેનાથી થોડે જ દૂર અન્ય વિદ્યાર્થીઓ પણ દેખાઇ રહ્યા છે.

સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, બાળક ગઈકાલે એટલે શુક્રવારે સવારે 9.24 કલાકે શાળાનાં મુખ્ય દરવાજામાંથી બહાર ભાગી રહ્યો છે. આ બાળકનો 24 કલાક પછી પણ કોઇ પત્તો નથી લાગ્યો. શાળાનાં વાલીઓ તથા પરિવારજનો આ બાળકની શોધખોળ કરી રહ્યું છે. તો બીજી બાજુ વાલીઓ આ અંગે ઘણી જ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. નારાજ વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ

મોતનો હરતો-ફરતો પૈગામ છે દિલ્હીના રસ્તાઓઃ બે વર્ષમાં હજાર રાહદારીઓએ જીવ ગુમાવ્યા

કઠુઆમાં મિની બસ 400 ફૂટ ઊંડી ખીણમાં પડી, મહિલા સહિત 5ના કરૂણ મોત, 15 ઘાયલ

PM મોદીની સભામાં ઝડપાયો નકલી NSG જવાન, આર્મી-IB સહિત અનેક એજન્સીઓ કરી રહી છે તપાસ