Not Set/ વલસાડમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

કોરોનાની ચેન તોડવા માટે વલસાડવાસીઓએ સ્વૈચ્છિક લોક ડાઉન લાગુ કરવાનો નિર્ણયને આખરે અપનાવી લીધો છે. 10 દિવસના સ્વૈચ્છિક લોક ડાઉનના નિર્ણયમાં વલસાડના તમામ નાના મોટા દુકાનદારો તેમજ વેપારીઓ સહીત તમામ લોકોએ પરસ્પર સંમતિ દેખાડી છે. વલસાડના સોની બજાર , કરિયાણા બજાર , તેમજ નાના ફેરિયાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાતા વલસાડના રસ્તાઓ ફરી એક વાર સુમસામ […]

Gujarat
corona 4 વલસાડમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

કોરોનાની ચેન તોડવા માટે વલસાડવાસીઓએ સ્વૈચ્છિક લોક ડાઉન લાગુ કરવાનો નિર્ણયને આખરે અપનાવી લીધો છે. 10 દિવસના સ્વૈચ્છિક લોક ડાઉનના નિર્ણયમાં વલસાડના તમામ નાના મોટા દુકાનદારો તેમજ વેપારીઓ સહીત તમામ લોકોએ પરસ્પર સંમતિ દેખાડી છે.

વલસાડના સોની બજાર , કરિયાણા બજાર , તેમજ નાના ફેરિયાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાતા વલસાડના રસ્તાઓ ફરી એક વાર સુમસામ જોવા મળી રહ્યા છે. કોરોનાનું ચેપ પોતાને ન થાય તે બીકથી લોકો પોતાની જાતને ઘરમાં જ કેદ કરીને રાખવાની કોશિશ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે , રાજ્યભરમાં કોરોના આતંક મચાવી રહ્યો છે ત્યારે વલસાડમાં પણ કોરોનાએ પોતાનો કહેર દેખાડ્યો છે. શહેરમાં રોજના અનેક નવા કેસો તો આવી રહ્યા છે સાથે સાથે મ્ર્ત્યુઆંક પણ એટલોજ વધતો જઈ રહ્યો છે જેને રોકવા માટે લોકોએ 10 દિવસનું સ્વૈચ્છિક લોક ડાઉનનું નિર્ણયને અપનાવ્યું છે.