Not Set/ અમદાવાદમાં કસ્ટોડીયલ ડેથ, પરિવારજનોએ મચાવ્યો હોબાળો

અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ગફુરભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને કસ્ટડી દરમિયાન જ તેઓની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો […]

Gujarat
Ahm1 અમદાવાદમાં કસ્ટોડીયલ ડેથ, પરિવારજનોએ મચાવ્યો હોબાળો

અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ગફુરભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને કસ્ટડી દરમિયાન જ તેઓની તબિયત લથડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.

સિવિલ હોસ્પિટલમાં મોત થયા બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મોત બાદ પરિવારજનોએ આક્ષેપ લગાવતા જણાવ્યું, ધરપકડ બાદ તેને છોડવા માટે પોલીસે પાંચ હજાર રૂપિયાની માંગ કરી હતી.

ગફુરભાઇના મોત બાદ રોષે ભરાયેલા ૫રિવારજનોએ જણાવ્યું હતું કે, “મૃતકને ગેરકાયદેસર રીતે 48 કલાક કસ્ટડીમાં પુરી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ઢોર માર માર્યો હતો. આ શખ્સને અટકમાં લેવાયો હોવાની કોઇ જાણ તેના ૫રિવારને કરવામાં આવી નથી”. ત્યારે આ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર ગુનેગારો ઉ૫ર 302 ની કલમ લાગુ પાડી કાર્યવાહી કરવાની માગણી ૫ણ મૃતકના ૫રિવારે કરી છે.