Not Set/ કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ વરસ્યો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ

રાજકોટમાં રાત્રે 11:30 કલાકથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાત્રે 12 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધી વીજળીના એકધારા કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ ખાબક્યો હતો

Gujarat Rajkot
Untitled 418 કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ વરસ્યો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ

ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે  ગઈ કાલે મધરાત્રે રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે  વરસાદ વરસ્યો હતો .  ચાર કલાક સુધી સતત વીજળીના કડાકા સાથે સવાર સુધીમાં શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.  આ  ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.  રાજકોટ ફાયર બ્રિગેડની પાંચ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખી રાત દોડતી રહી હતી. જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સવારે 4 વાગ્યે મેઘાએ વિરામ લઈ લેતા તંત્ર સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું  છે .

આ પણ વાંચો :પંજાબના મુખ્યમંત્રીએ વીજળી બિલ માફની જાહેરાત કરીને આમ આદમી પાર્ટીને આપ્યો ઝટકો

રાજકોટમાં રાત્રે 11:30 કલાકથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાત્રે 12 વાગ્યાથી લઈ સવારના 4 વાગ્યા સુધી વીજળીના એકધારા કડાકા-ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ ખાબક્યો હતો. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 89 મીમી (મોસમનો કુલ 1272 મીમી) વેસ્ટ ઝોન વિસ્તારમાં 90 મીમી  અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં 106 મીમી  વરસાદ પડ્યો હતો. ચાર કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. આ ઉપરાંત બપોરે પણ  વરસાદ 1 કે 2 ઇંચ  નોંધાયો હતો .

આ પણ વાંચો :પાક.આતંકવાદી અલી બાબરે કરી કબૂલાત, પાકિસ્તાન સેના અને ISI નો કર્યો પર્દાફાશ

આજી ડેમ ઓવરફલો થઈ ચૂક્યો છે. આવામાં ગઈકાલે રાત્રે પડેલા ચાર ઈંચ વરસાદના કારણે ડેમ સતત ઓવરફલો ચાલુ રહેતા શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ફાયર બ્રિગેડની પાંચ ટીમો જંગલેશ્ર્વર, ચુનારાવાડ ચોક, ભગવતી પરા, રૂખડીયાપરા સહિતના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી હતી. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સતત સુચનાઓ આપવામાં આવી હતી. પાણી ભરાવાના કારણે જંગલેશ્ર્વર વિસ્તારમાં 125 લોકોનું કોર્પોરેશનની શાળા નંબર-70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

આ પણ વાંચો :પ્રસુતાએ શરીરની બહાર ધબકતા હૃદય સાથે નવજાત શિશુને જન્મ આપ્યો