મહેમદાવાદ,
મહેમદાવાદના અંધજની મુવાડીના એક ફાર્મ હાઉસ માથી મોટું જુગારધામ એલસીબીએ રેડ કરી ઝડપી પાડ્યું છે, આ રેડમાં અમદાવાદના 29 નબીરા જુગાર રમતા પકડાયા છે, મોઘી કાર સહિત પોલીસે 38 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી નડીઆદ દ્વારા આજે મહેમદાવાદ તાલુકાના અંધજની મુવાળી ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાં રેડ કરતાં અમદાવાદ ના 29 નબીરાઓ જુગાર રમતા ઝડપાયા હતા,
આ જુગારધામ નાસિર ઉર્ફે હાજી સબ્બીર ભાટી અને અખતર ઉર્ફે રાજૂ નુરૂભાઈ શેખ જુગારધામ ચલાવતો હોવાનું ખૂલ્યું છે, પોલીસે જુગારીઓ પાસેથી દાવ ઉપર મુકેલ 1,47,800 અન્ય રોકડ 490000,4 કાર કિમત 30 લાખ સાથે કુલ 38,33400 નો મુદ્દામલ જપ્ત કરી કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી છે