Not Set/ Video : કોંગ્રેસની જનસંપર્ક યાત્રા શરુ : 19 નવેમ્બર સુધી ચાલશે યાત્રા

આજથી જ એટલે કે બીજી ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરુ કરાયું છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ સમયે ભાજપ પર પ્રહાર કરવાનું ચૂક્યા ન હતાં. અને ખેડૂતોની સમસ્યા નોટબંધી, જીએસટી,  મોંઘવારી સહીતનાં મુદ્દે ભાજપને પ્રહાર કર્યા હતાં. જો કે કોંગ્રેસ જનસંપર્ક અભિયાનનાં નામે બુથ લેવલે ફંડ ઉઘરાવવાનું શરુ કરશે. […]

Top Stories Ahmedabad Gujarat
Congress Jansampark Video : કોંગ્રેસની જનસંપર્ક યાત્રા શરુ : 19 નવેમ્બર સુધી ચાલશે યાત્રા

આજથી જ એટલે કે બીજી ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરુ કરાયું છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ સમયે ભાજપ પર પ્રહાર કરવાનું ચૂક્યા ન હતાં. અને ખેડૂતોની સમસ્યા નોટબંધી, જીએસટી,  મોંઘવારી સહીતનાં મુદ્દે ભાજપને પ્રહાર કર્યા હતાં.

જો કે કોંગ્રેસ જનસંપર્ક અભિયાનનાં નામે બુથ લેવલે ફંડ ઉઘરાવવાનું શરુ કરશે. દરેદ બુથ દીઠ પાંચ હજાર રુપિયા એકત્ર કરવાનો તેમનો ટાર્ગેટ છે. અમદાવાદના રિલીફ રોડ ખાતે પ્રમુખ અમિત ચાવડા વેપારીઓ પાસેથી ફંડ એકઠું કરી રહ્યાં છે. ફંડ એકત્ર કરવાના બહાને તે કોંગ્રેસ પક્ષનો પ્રચાર સાથે ભાજપનો અપપ્રચાર કરશે.

જણાવી દઈએ કે, હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી માટે 25 કરોડ રૂપિયા એકઠા કરવાની સૂચના આપી છે. ગાંધી જયંતીનાદિવસથી ગુજરાત કોંગ્રેસ દ્વારા જનસંપર્ક સાથે ધનસંગ્રહ અભિયાન પણ શરુ કરવામાં આવશે.