હત્યા/ માત્ર ત્રણ હજાર માટે યુવકની કુહાડી વડે હત્યા કરાઈ

જુનાગઢમાં માત્ર ત્રણ હજારના રૂપિયા માટે યુવકની જાહેરમાં કુહાડી વડે હત્યા કરવાની ચકચારી ઘટના બની હતી. યુવકને કુહાડીના 17થી વધારે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ચકચારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બાઇકને પણ જોઈ શકાય છે. આ અંગે […]

Gujarat
murder 1.jpg1 1 માત્ર ત્રણ હજાર માટે યુવકની કુહાડી વડે હત્યા કરાઈ

જુનાગઢમાં માત્ર ત્રણ હજારના રૂપિયા માટે યુવકની જાહેરમાં કુહાડી વડે હત્યા કરવાની ચકચારી ઘટના બની હતી. યુવકને કુહાડીના 17થી વધારે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ચકચારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બાઇકને પણ જોઈ શકાય છે.

આ અંગે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના હાથમાં કુડાહી વડે જમીન પર પડેલા વ્યક્તિ પર સતત પ્રહાર કરી રહ્યો છે. આ દરમિયાન નજીકમાં એક રિક્ષા ઊભેલી હોય છે. યુવક પર હુમલો થતો જોઈને રિક્ષા ચાલક ત્યાંથી ભાગી જાય છે. આ દરમિયાન હત્યારો કુડાડીથી સતત વાર કરી રહ્યો છે. આ દરમિયાન એક મહિલાને પણ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. જે હત્યારાને કંઈક કહે છે અને બાદમાં ત્યાંથી ચાલી જાય છે. હત્યારો એટલો ક્રૂર છે કે એક પછી એક કુહાડીનો પ્રહાર કરતો જાય છે. સીસીટીવી ફૂટેજમાં મૃતકના શરીરના ટૂકડા પથરાયેલા જોઈ શકાય છે.

મંગળવારે જૂનાગઢના ભરડાવાવ પાસે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પ્રાથમિક વિગતો ઉપર મરનાર યુવક ગિરનારના ડોળી એસોસિએશનના પ્રમુખનો ભત્રીજો છે.

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે ત્યારે મૃતક યુવકનું નામ રાજુ બાવળિયા હોવાનું સામે આવ્યું છે. રાજુના કાકા ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ છે અને કોઈ અદાવતમાં જ તેની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

રાજુ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને માથાના ભાગે તીક્ષ્‍ણ હથિયારોના ઘા માર્યા હતા. હત્યા એટલી કરપીણ હતી કે ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાયા હતા. એવી પણ માહિતી મળી છે કે છ વર્ષ પહેલાં જૂનાગઢ ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ ધર્મેશ ઉર્ફે ધમો વીરજી બાવળિયાની દાતાર રોડ પર ફિલ્મી ઢબે કાર નીચે કચડીને હત્યા કરવામાં આવી હતી.