જામનગર/ વ્યાજખોરો દ્વારા આધેડનું અપહરણ કરી ઢોર માર માર્યો, રૂ.7 લાખના બદલે 20 લાખની કરી માંગ

જામનગરમાં શ્રુતિ પાર્ક નજીક નારાયણ નગર શેરી નંબર-2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અરવિંદભાઈ વિરજીભાઇ સાંઘાણી નામના 56 વર્ષના આધેડે પોતાનું અપહરણ કરી જઇ સૌપ્રથમ જામનગર તાલુકાના લાવડીયા ગામે તેમજ દેવભૂમિ દ્વારકા લઈ જઇ ગોંધી રાખી શરીરમાં 17 જેટલા સ્થળે મુઢ માર મારી ઇજા પહોંચાડી હતી,

Gujarat Others
અપહરણ
  • જામનગરમાં વૃદ્ધનું અપહરણ બાદ ઢોર માર
  • વૃદ્ધે પત્નીની સારવાર માટે લીધા હત્યા પૈસા
  • રૂ.7 લાખના બદલે 20 લાખની કરી માંગણી
  • વૃદ્ધ પાસે પૈસાની સગવડ ન થતા કર્યું અપહરણ
  • પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી

જામનગર શહેરમાં એક વૃદ્ધનું અપહરણ કરી ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરવિંદ સંઘાણી નામના વૃદ્ધે પત્નીની સારવાર માટે આશીષ ચાંદ્રા પાસેથી 5 ટકાના વ્યાજે રૂપિયા 7 લાખ 6 મહિના પહેલા લીધા હતા. જે બાદ આરોપી અવાર નવાર ફોન કરી 7 લાખના બદલે રૂપિયા 20 લાખની માંગણી કરતા હતા. જો કે ફરિયાદી પાસે પૈસાની સગવડ ન થતા આશિષ ચાંદ્રા અને તેના સાગરિતો દ્વારા તેમનું અપહરણ કરી કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખવામાં આવ્યા હતા. અને તેમની પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. જે અંગે વૃદ્ધે જામનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શ્રુતિ પાર્ક નજીક નારાયણ નગર શેરી નંબર-2 માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અરવિંદભાઈ વિરજીભાઇ સાંઘાણી નામના 56 વર્ષના આધેડે પોતાનું અપહરણ કરી જઇ સૌપ્રથમ જામનગર તાલુકાના લાવડીયા ગામે તેમજ દેવભૂમિ દ્વારકા લઈ જઇ ગોંધી રાખી શરીરમાં 17 જેટલા સ્થળે મુઢ માર મારી ઇજા પહોંચાડી હતી, તેમ જ બેટ-દ્વારકા લઈ ગયા પછી પોતાના મકાન ની ફાઈલ ભાઈ મારફતે મંગાવી લઈ પચાવી પાડવા અંગેની તેમજ 20 લાખ રૂપિયા માંગવાની ફરિયાદ જામનગરમાં રહેતા આશિષ ચાંદ્રા ઉપરાંત જીતેશ ઉર્ફે જીગો ચાંદ્રા, હાર્દિક ભટ્ટી, અને તેના એક સાગરિત સામે નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝન પોલીસે આઈ.પી.સી. 365, 368, 348, 323, 504, 506(2), 120(બી) સહિતની કલમ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રણ અપહરણકારો આશિષ ચાંદ્રા, જીતેશ ચાંદ્રા, અને હાર્દિક ભટ્ટી કે જેઓ ઓખા પોલીસના હાથે પકડાઈ ગયા હોવાથી જામનગરની પોલીસ ટુકડી તેનો કબજો લેવા માટે પહોંચી છે, જ્યારે ઈજાગ્રસ્તોને જી. જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઇજાગ્રસ્ત અરવિંદભાઈ સંઘાણી કે જેઓના પત્ની અંજનાબેન કે જેઓને કેન્સરની બીમારી લાગુ પડી હોવાથી ઓપરેશન કરાવવા માટે પૈસાની જરૂરિયાત પડતાં આજથી છ મહિના પહેલા આશિષ ચાંદ્રા પાસેથી સાત લાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા, અને પત્નીની સારવાર અને ઑપરેશન કરાવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની અંજનાબેનનું થોડા સમય પહેલાં મૃત્યુ નીપજયું હતું. દરમિયાન વ્યાજખોર એવા આશિષ ચાંદ્રા દ્વારા અવાર-નવાર ફોન કરીને સાત લાખના બદલે 20 લાખ રૂપિયા આપવાની માગણી કરી હતી.

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેના આધારે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. અને તે પૈકીના ત્રણ આરોપીઓ પકડાયા હોવાથી ઓખામંડળથી કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જયારે અન્ય એક શખ્સની શોધખોળ ચલાવાઈ રહી છે. આ બનાવને લઇને ભારે ચકચાર જાગી છે.

આ પણ વાંચો: “કેનાલમાં ગાબડા કે ગાબડામાં કેનાલ”, વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મસમોટા ખાડા પડતાં ખેડૂતો બન્યા

ગુજરાતનું ગૌરવ