પર્દાફાશ/ ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલમાં સખ્ત પોલીસ તંત્રની નજરોમાંથી સલામત રહેવા માંગતા બુટલેગરોના અવનવા કિમીયાઓ સામે એક  પ્રકરણમાં કાલોલ તાલુકાના ડેરોલ ગામના અનિલ ઉર્ફે અન્ના

Gujarat
pf1 ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

મોહસીન દાલ, પંચમહાલ @ મંતવ્ય ન્યૂઝ

ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીના અમલમાં સખ્ત પોલીસ તંત્રની નજરોમાંથી સલામત રહેવા માંગતા બુટલેગરોના અવનવા કિમીયાઓ સામે એક  પ્રકરણમાં કાલોલ તાલુકાના ડેરોલ ગામના અનિલ ઉર્ફે અન્ના સોનીએ હરિયાણા રાજ્યમાંથી ૫ પેટીઓ વિદેશી શરાબનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હોવાના ચોંકાવનારા આ કરતુતોનો ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ.ડી.એન.ચુડાસમા એ પર્દાફાશ કરતા બુટલેગરોની અંધારી આલમમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

pf2 ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

ગોધરા એલ.સી.બી. શાખાના પી.આઈ.ડી.એન.ચુડાસમાને ગુપ્તરાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના ડેરોલ ગામના બુટલેગર અનિલ ઉર્ફે અન્નો શિવકુમાર સોનીએ હરિયાણા રાજ્યના ફરીદાબાદ ખાતેથી ખોટી બીલ્ટીના આધારે ૫ કાર્ટુનોમાં વિદેશી શરાબનો જથ્થો મંગાવ્યો હોવાના આધારે એલ.સી.બી.શાખા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

pf3 ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

ગુપ્તરાહના આ સર્ચ ઓપરેશનમાં હાલોલ ગાયત્રી નગર સોસાયટી સામે બાયપાસ રોડ ઉપર આવેલ ટી.સી.આઈ.એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં તપાસ ધરી હતી, ત્યાં એલોવેરા જેલના નામે પ્લાસ્ટિક થર્મોકોલમાં પેકિંગ સાથે આવેલા ૫ કાર્ટુનો માંથી બ્લેક એન્ડ વ્હાઈટ સ્કોચ વ્હીસ્કીની અંદાઝે ૮૪ હજારની ૬૦ બોટલો ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોના આ ચોંકાવનારા કરતુતોનો પર્દાફાશ કર્યો હતો.!!

majboor str 7 ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB