ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વે જ રાજ્યમાં એક પછી એક પતંગની દોરીથી ગળું કપાવની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા બાદ હવે ભરૂચમાં પતંગની દોરીથી ગળું કપાયું હોવીની કરૂણ ઘટના સામે આવી છે.
આ પણ વાંચો :ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત
આપને જણાવી દઈએ કે, ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ કામ અર્થે શક્તિનાથ આવી રહ્યાં હતાં. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
અકસ્માત બાદ તેમનુ એક્ટિવા સ્લીપ થઈ ગયુ હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા. બીજી બાજુ માસુમ દીકરી માતાની હાલત જોઈને ગભરાઈ ગઈ હતી. અકસ્માતમાં 9 વર્ષની દીકરીનો બચાવ થયો હતો. તે રડવા લાગી હતી. લોકોએ તાત્કાલિક અંકિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ તેમનો બચાવ થઈ શક્યો ન હતો. પરિવારજનો દોડી આવી વિલાપ કરતી દિકરીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો જોકે પરિવાર પણ જુવાન પરિણીતાના આકસ્મિક મૃત્યુનો આઘાત જીરવી શક્યું ન હતું. જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેમ તેમ પતંગના દોરાથી અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે.
આ પણ વાંચો :અમદાવાદમાં પાલતુ કૂતરાના જન્મદિવસની ઉજવણી કરવા બદલ 3ની ધરપકડ
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની કામગીરી અર્થે સમીક્ષા બેઠક યોજાઇ
આ પણ વાંચો :CM ભૂપેન્દ્ર પટેલ જ્યારે હાઈવે ઢાબા પર પહોંચ્યા ત્યારે ખાટલા પર બેસીને ચા પીધી
આ પણ વાંચો : શહેરમાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, જાણો કયા વિસ્તારનો થયો ઉમેરો ?