- આજે નવા 36 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા
- 6 વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન માંથી દૂર કરવામાં આવ્યા
- શહેરમાં કુલ 171 વિસ્તાર માઇક્રોકન્ટેનમેન્ટ
- ગઇકાલ સુધી 141 વિસ્તાર હતા જેમાં થયો વધારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કોવિડ -19 ચેપને વધુ ફેલાતો અટકાવવાના પ્રયાસરૂપે શહેરમાં વધુ 36 માઇક્રો કન્ટેન્ટ ઝોનની જાહેરાત કરી છે. શહેરમાં પહેલેથી જ 141 કોવિડ લિંક્ડ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. વધુ 36 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનના ઉમેરા સાથે શહેરમાં હવે 171 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન થયા છે.
AMC એ એક દિવસ પહેલા પણ 141 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી. આજે સાંજે રાજ્યના આરોગ્ય વિભાગના દૈનિક બુલેટિન મુજબ શહેરમાં એક દિવસમાં 2521 થી વધુ નવા કોવિડ કેસ નોંધાયા છે. AMC દ્વારા અગાઉ જાહેર કરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં જેમાં ઇશનપુર, દાણીલીમડા, થલતેજ, વિગેરે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જ્યારે આજ રોજ જોધપુર, સરખેજ , સેટેલાઈટ, જુહાપુર, રામોલ, ન્યુ મણિનગર, નિકોલ, ભાઈપૂર વસ્ત્રાલ , વિરત્નગર, નારણપુરા, પાલડી, ચાંદખેડા, નવરંગપુરા સાબરમતી, રાણીપ, ઘોડાસર ના ઘણા વિસ્તરોને માઇક્રો લિન્ક કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સાવધાન! / ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?
Covid-19 / દિલ્હીમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયા 20,181 નવા કેસ, જે ગઈકાલ કરતાં 16% વધુ છે
World / અમેરિકામાં શીખ ટેક્સી ડ્રાઇવરને માર મારી, પાઘડી ઉતારી ફેંકી દીધી; વીડિયો વાયરલ
IT Raid / કાનપુર બાદ MPમાંથી પણ મળી આવ્યો ધનકુબેર, પૈસા ગણવા મંગાવ્યા 6 મશીનો
