Not Set/ ગીરની કેસર કેરીની મહેક પ્રસરી સાત સમુંદર પાર, હવે ઈટાલીના લોકો માણશે સ્વાદ

ગીરની પ્રખ્યાત કેસર કેરીની માંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને હવે વિદેશમાં પણ વધી રહી છે. તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ સાત સંમુદર પાર ઈટલી વાસીઓને આકર્ષી રહ્યો છે.

Gujarat Others
A 15 ગીરની કેસર કેરીની મહેક પ્રસરી સાત સમુંદર પાર, હવે ઈટાલીના લોકો માણશે સ્વાદ

ગીરની પ્રખ્યાત કેસર કેરીની માંગ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને હવે વિદેશમાં પણ વધી રહી છે. તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ સાત સંમુદર પાર ઈટલી વાસીઓને આકર્ષી રહ્યો છે.ગુજરાતની સાથે દેશભરમાં પ્રખ્યાત થયાં બાદ હવે વિદેશોમા પણ કેસર કેરીની માંગ વધી રહી છે. જોકે પહેલા પણ અનેક દેશોમાં કેસરની માંગ હતી પરંતુ આ વર્ષે પહેલી વખત ઇટલીમાં 15 હજાર કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યા બાદ ઇટલી વાસીઓને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે. તેથી વધુ એક કન્ટેનરની માંગ થતાં 10 દિવસ માં  બીજું કન્ટેનર ઈટલી મોકલવામાં આવી રહ્યું છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં એક્સપોર્ટ કરવી કોઈ સરળ વાત નથી. તેને માટે ઘણી બધી પ્રકિયામાંથી પસાર થવું  પડે  છે.

તો ચાલુ વર્ષે ઈટલી થી ખુદ એનઆરઆઈ કેરીની ડિલિવરી લેવા માટે ગીર પહોંચ્યા છે. જેમનું  કહેવું છે કે અહીંની કેરીની કિંમત ઇટલીમાં ખૂબ વધારે મળે છે. ગુજરાતથી કેરી ઇટલી બાઈ શિપ પહોંચાડશે. ઇટલીમાં કેરીની ભારે માંગ છે અંદાજે 500 ટન કેરી ની ખપત થાય તેમ છે.

આ પણ વાંચો :જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 13 હજાર લીટર ક્ષમતા ધરાવતા રૂ/- 97 લાખના ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ

A 16 ગીરની કેસર કેરીની મહેક પ્રસરી સાત સમુંદર પાર, હવે ઈટાલીના લોકો માણશે સ્વાદ

તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઈ જારસાણીયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલીત વિરપુર ગીર ખાતે 2010 માં રૂા. ચાર કરોડ 60લાખના ખર્ચે નવ નિર્મીત પેક હાુસ નિર્માણ થયા બાદ આ પેક હાઉસમાં પ્રોસેસ થયેલ કેસર કેરી વિદેશોની બજારોમાં પહોંચાડવા માન્યતા પ્રાપ્ત થયા બાદ કેસર કેરી પેક હાુસમાં પ્રિ-કુલીંગ વોશીંગ કલીનીંગ ઉપરાંત જરૂરી કેમીકલ પ્રોસેસીંગ થયા બાદ વિરપુર ગીર ખાતેથી દેશના સીમાળા ઓળંગી યુ.કે. અને આરબ દેશોમાં જતી હતી. પરંતુ હવે કેસર કેરી પ્રથમ વખત દરીયાઈ માર્ગે ઈટાલી રવાના કરવામાં આવી છે.

આમ ગુજરાતની સાથે દેશ અને હવે વિદેશમાં પણ ગીરની કેસર પોતાનો કમાલ બતાવી રહી છે. ત્યારે કેરીનો સ્વાદ ચાખી ગયેલા ઈટાલીવાસીઓને હવે કેસર વગર ચાલે તેમ નથી.

આ પણ વાંચો :સુરતમાં તેલના ડબ્બા ચોરાઇ જતાં ફરિયાદ નોધાઇ

તાલાલા પંથકનું ગૌરવ કેસર કેરી દરીયાઈ માર્ગે પ્રથમ વખત ઈટાલી રવાના કરવામાં આવી. આ માટે કેસર કેરીના બે ત્રણ અને ચાર કિલોના 15  હજાર બોકસ વિરપુર ગીર ખાતેના પેક હાઉસમાં તૈયાર કરવામાં આવ્યા હતાં. 14 ટન કેરીના તૈયાર થયેલ બોકસ વિરપુર ગીરથી સંપૂર્મ સુવિધાતી સજ્જ અદ્યતન કન્ટેનર મારફત મુંદ્રા પોર્ટ ઉપર લઈ જવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો :જામનગરના એક કારખાનામાં અચાનક આવ્યો અતિ દુર્લભ સાપ, લોકોના ઉડ્યા હોશ

majboor str ગીરની કેસર કેરીની મહેક પ્રસરી સાત સમુંદર પાર, હવે ઈટાલીના લોકો માણશે સ્વાદ