લોકાર્પણ/ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 13 હજાર લીટર ક્ષમતા ધરાવતા રૂ/- 97 લાખના ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ

છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૯૭ લાખના તેર હજાર લિટર ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યો હતો.હાલ તો કોરોના વાઇરસ ના દર્દીઓ મા ઘટાડો થઇ રહ્યો છે

Gujarat

સુલેમાન ખત્રી : છોટાઉદેપુર @મંતવ્ય ન્યૂઝ

છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૯૭ લાખના તેર હજાર લિટર ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યો હતો.હાલ તો કોરોના વાઇરસ ના દર્દીઓ મા ઘટાડો થઇ રહ્યો છે અને કોરોનાના દર્દીઓ સાજા થઈ રહયા છે છોટાઉદેપુર જીલ્લામા હાલ ફક્ત 27 જ દર્દી ના એક્ટીવ કેસો છે.પરંતુભવિષ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવનાને કારણે છોટાઉદેપુર જિલ્લાના દર્દીઓને મુશ્કેલી ઉભી ના થાય તે માટે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામા આવ્યો છે.

ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવા માટે બરોડા ડેરી દ્વારા રૂપિયા 52 લાખ, રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાની નિધિમાંથી રૂપિયા 25 લાખ, ધારાસભ્ય મોહનસિંહ ભાઈ રાઠવાની ધારાસભ્ય નીધિમાંથી રૂપિયા 20 લાખના ખર્ચે આ ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. યોગેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જો ત્રીજી લહેર આવે તો દર્દીઓને સારવારમાં ઉપયોગી થાય એ માટે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તેર હજાર લિટર ક્ષમતા ધરાવતા આ ઓકિસજન પ્લાન્ટ 125 દર્દીઓને પંદર દિવસ સુધી ઓકિસજનનો પુરવઠો પુરો પાડશે. પ્લાન્ટ શરૂ થવાથી વારે ઘડીએ સિલિન્ડર ને રીફિલ કરવાની જરૂર પડશે નહિ એમ તેમણે જણાવ્યું હતુ.

ઓકિસજન પ્લાન્ટ લોકાર્પણ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન જી.બી. સોલંકી, રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ ભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી, ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા, જિલ્લા સમાહર્તા સુજલભાઈ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર ભાઈ પટેલ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, દિનુભાઇ પટેલ, અન્ય અધિકારી, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.