Not Set/ સુરત: બલીના ઇરાદે બે બાળાનું કરાયું અપહરણ, 5 દિવસથી બંને બાળકીઓ ગુમ હતી

સુરત, સુરતમાં બે બાળકીઓનો અપહરણનો મામલો સામે આવ્યો છે. બે બાળાઓનું બલીના ઇરાદે અપહરણ કરાયુ હતું. મહારાષ્ટ્રના સાહદા ખાતેથી બાળાઓનુ અપહરણ કરાયું હતું. અપહરણ કરનાર વૃદ્ધ કોથવા દરગાહ પાસેથી ઝડપાયો છે. સ્થાનિકોએ બાળકી તેમજ અપહપણકારને પોલીસને સોંપ્યા હતા. છેલ્લા 5 દિવસ થી બંને બાળકી ઓ ગુમ થઈ હતી. અપહરણ કરનાર વૃદ્ધનું નામ બબન ભીમા પાવરા […]

Gujarat

સુરત,

સુરતમાં બે બાળકીઓનો અપહરણનો મામલો સામે આવ્યો છે. બે બાળાઓનું બલીના ઇરાદે અપહરણ કરાયુ હતું. મહારાષ્ટ્રના સાહદા ખાતેથી બાળાઓનુ અપહરણ કરાયું હતું. અપહરણ કરનાર વૃદ્ધ કોથવા દરગાહ પાસેથી ઝડપાયો છે. સ્થાનિકોએ બાળકી તેમજ અપહપણકારને પોલીસને સોંપ્યા હતા. છેલ્લા 5 દિવસ થી બંને બાળકી ઓ ગુમ થઈ હતી.

અપહરણ કરનાર વૃદ્ધનું નામ બબન ભીમા પાવરા છે. તે પહેલાથી જ મર્ડરનો આરોપી છે જેને પોતાના જ બાળકને જાનથી મારી નાખી બલી ચઢાવી હતી. પોલીસે બન્ને બાળકીઓને સુરક્ષિત રીતે માતા પિતાને સોંપી આગળની કાકર્યવાહી હાથ ધરી છે.

બાળકીઓના પિતાએ જણાવ્યું હતું કે 21મી તારીખે સવારે પાંચ વાગ્યે બન્ને છોકરીઓ ઘરેથી ગુમ થઇ ગઈ હતી. બાદમાં આં અંગે પોલીસને કરવામાં આવી હતી. સ્થાનિક ન્યુઝ પેપર્સમાં પણ સમાચાર છપાયા હતા.

બાળકીઓ ગુમ થયાની માહિતી  વોટ્સએપમાં પણ આપવા આવી હટતી તે પછી સૂરથી કીમ કઠવા દરગાહથી ફોને આવ્યો હતો કે બાળકી મળી આવી છે. પોલીસે તપાસ કરતા બન્ને બાળકીઓ મારી જ હોવાનું માલુમ પડ્યું હતું.

અપહરણ કરવામાં આવેલી બન્ને બાળકીઓને,મહારાષ્ટ્રથી લાવવામાં આવી હોવાથી સુરત પોલીસે બનેનો કબજો લઈને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી છે. મહારાષ્ટ્રના સાહાદાથી આ બન્ને બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. કોસંબા પોલીસે કોથવા દરગાહ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી.