Weather/ અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ… અંધારું છવાયું

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં સિંધુભવન, પકવાન, ઇસ્કોન, વૈષ્ણોદેવી વિસ્તારમાં પાણી ભરાયા છે.  જો કે છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી ગરમીથી શહેરીજનોને વરસાદથી આંશિક રાહત મળી છે.

Top Stories Ahmedabad Gujarat
bhavanagar 4 અમદાવાદમાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ... અંધારું છવાયું

ગુજરાત રાજ્યમાં ફરીએકવાર વરસાદી મોસમ જામી છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોને મેઘરાજા ઘ્મ્રોલી રહ્યા છે. આજે પણ બપોરથીજ અમદાવાદમા ધોધમાર વરસાદ શરૂ થયો છે. આકાશ કળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે. ધોધમાર વરસદથી અમદાવાદ ના  વિવિધ વિસ્તારો જળબંબાકાર બન્યા છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થતાં સિંધુભવન, પકવાન, ઇસ્કોન, વૈષ્ણોદેવી વિસ્તારમાં પાણી ભરાયા છે.  જો કે છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી ગરમીથી શહેરીજનોને વરસાદથી આંશિક રાહત મળી છે. ચાંદલોડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સતત ત્રીજા દિવસે મેઘાની અવિરત બેટિંગ થઈ રહી છે.  ગોતા, વંદેમાતરમ્ વિસ્તારોમાં રોડની એક સાઈડ વરસાદી પાણી ભરાયાં છે.

મહેસાણાઃ

મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય બફારાં ગરમી બાદ પવન સાથે ધોધમાર વરસાદ થી ગરમી અને ઉકળાટ વચ્ચે રાહત મળી છે.

રાજ્યમાં હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ વચ્ચે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે.

જાયે તો જાયે કહાં/ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં દમ ઘૂંટાય છે! ટિકિટની રાહ જુએ છે,મળે તો ભાજપ નહીં તો ફરી ઘરવાપસી કરવાના ફિરાક માં….