Rajkot/ RUDA ઈસ્કોન મંદિરના પ્રાંગણમાં મધ્યમવર્ગના લોકોને 24 લાખમા આપશે આવાસ,16મી સુધી ફોર્મ વિતરણ

રૂડા,રાજ્કોટ દ્વારા ઇસ્કોન મંદીરના સાનિધ્યમાં કાલાવાડ રોડ પર ટીપી 9 ફા.પ્લોટ 20એ ખાતે આર્થીકરીતે મધ્યમવર્ગના લોકો માટે એમ.આઇ.જી. કક્ષાના કુલ 192 આવાસ માટે વિશાળકાય ચાર

Gujarat
1

રૂડા,રાજ્કોટ દ્વારા ઇસ્કોન મંદીરના સાનિધ્યમાં કાલાવાડ રોડ પર ટીપી 9 ફા.પ્લોટ 20એ ખાતે આર્થીકરીતે મધ્યમવર્ગના લોકો માટે એમ.આઇ.જી. કક્ષાના કુલ 192 આવાસ માટે વિશાળકાય ચાર ઇમારતોનુ બાંધકામ ચાલુ છે.જે ડીસેમ્બર 2021 સુધીમાં પુર્ણ કરવાનુ અને લાભાર્થીઓને સોંપવાનુ આયોજન છે.એક આવાસમાં 645 ચો.ફુટ કારપેટ એરીયાનું બાંધકામ ભુકંપ પ્રતિરોધક સ્ટ્રકચર્સ સાથે આપવામાં આવશે.

Rajkot Urban Development Authority (RUDA) – Gujarat India

Cricket / 3rd ટેસ્ટ માટે BCCI એ કરી પ્લેઇંગ ઈલેવનની જાહેરાત, આ ખેલાડીઓ…

આવાસોના ફલોરીંગ,વોલ ટાઇલ્સ વરમોરા કંપનીની, ઇલેકટ્રીક વાયરીંગ અને ફીટીંગ હેવેલ્સ કંપનીનુ, લીફટ એક્ષપ્રેસ કંપનીની, ચાઇના મોઝેકનુ છત પર વોટરપ્રફીંગ, ગ્રીન મારબલના રસોડામાં ઉભા પ્લેટફોર્મ, એનોડાઇઝ કોટીંગ સાથે એલ્યુમીનીયમની બારી ગ્રીલ, બાલ્કની, ટીવી ડીશ કનેકશન વાયરીંગ સાથે આ આવાસો બનાવવામાં આવી રહ્યા છે.આ ઇમારતોના પ્રાંગણમાં ફાયર સેફટીની વ્યવસ્થા,પીવાના પાણી અને ગટર વ્યવસ્થા, વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, વિશાળ વાહન પાર્કીંગ, બગીચા, કોમર્શીયલ કોમ્પલેક્ષની સુવિધા ઉપલ્બધ થશે.

Rajkot Urban Development Authority (RUDA) – Gujarat India

Surat / સિવિલમાં સફાઈકર્મીઓની હડતાળ યથાવત, એક મહિલા કર્મચારી બેભાન…

આમ,બજારમાં અંદાજે 45 થી 50 લાખમાં ઉપલબ્ધ થતાં ફલેટ રૂડા દ્વારા 24 લાખની કિંમતમાં જ લોકો માટે ઉપલબ્ધ બનશે. હાલ 162 આવાસોની બાકી રહેતી ફાળવણી માટે અરજીફોર્મ માગવામાં આવેલ છે.અરજીફોર્મ ત્રણ બેન્કની 38 શાખાઓ અને રૂડા કચેરી સહિત કુલ 39 સ્થળથી ફોર્મનુ વેચાણ તા.16-1-2021 સુધી ચાલુ છે. આ આવાસો માટેતા. 5-1-2021 સુધીમાં કુલ 343 ફોર્મનુ વેચાણ થયેલ છે. તો લોકોને વહેલી તકે ફોર્મ જમા કરાવીને લાભ લેવા રૂડાના ચેરમેન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…