મુલાકાત/ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે ઉદ્ઘાટન

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, તેમજ વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેસન વોર્ડના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ઉદ્ઘાટન કામગીરી કરશે. જે

Top Stories Gujarat
pradipsinh 1 ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે ઉદ્ઘાટન

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, તેમજ વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેસન વોર્ડના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં ઉદ્ઘાટન કામગીરી કરશે. જે અન્વયે બહેરામપુરા અને શાહીબાગમાં સાંજે બે કાર્યક્રમો અને  ચેપીરોગ હોસ્પિટલ ઓક્સિજન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. જ્યારે શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરશે.

Oxygen Plant - PSA Oxygen Plants Manufacturer from Ahmedabad

અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોરોના મહામારી અનુસંધાને ઉદ્દભવી રહેલી પરિસ્થિતિના કારણે અમદાવાદ શહેરની મનપા સંચાલિત હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તેમજ અમદાવાદ સોની સુખાકારી માટે દક્ષિણ ઝોન બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અંદાજે 13 કિલો લિટર ક્ષમતાના ઓક્સિજન ટેન્ક લગાવી પ્લાન્ટ તાકીદે શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અન્વયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અને કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

Oxygen Gas Plant and Generator in Ahmedabad, ऑक्सीजन सयंत्र, अहमदाबाद,  Gujarat | Oxygen Gas Plant and Generator, Oxygen Generator Plant Price in  Ahmedabad

સદર ઓક્સિજન પ્લાન્ટ તથા તેને સંલગ્ન જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર તથા સિવિલ/ મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રોનિક વર્કની કામગીરીમાં મુખ્યત્વે ટેન્કનું ફાઉન્ડેશન, રીપેરીંગ માટે પ્લેટફોર્મ વગેરે કામગીરીમાં અંદાજિત 100 કરોડ જેટલો ખર્ચ થયેલ છે. સદર પ્લાન્ટ મારફતે એક સાથે 60 સિલિન્ડર ભરી શકાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રોજના અંદાજે 1000થી થી 1200 સિલિન્ડર રીપેરીંગ થઈ શકશે. જેના મારફતે અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોમાં દિવસ-રાત ઓફિસમાં સિલિન્ડર રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત આ જ કમ્પાઉન્ડમાં INOX કંપનીનો 20 કિલોમીટર ધરાવતો બીજો ઓક્સિજન પ્લાન્ટ અંદાજે 1.25 કરોડના ખર્ચે ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે. જેના દ્વારા પણ અને આગામી દિવસોમાં અંદાજે 1500 ઓક્સિજન સિલિન્ડર રીપેરીંગ થઈ શકશે. જેની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરી તેને કાર્યરત કરવામાં આવશે.

sago str 3 ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે ઉદ્ઘાટન