Interesting/ કોરોનાનાં કારણે ઉટ પર લગ્ન કરવા નિકળ્યા વરરાજા, ચર્ચાનો બન્યો વિષય

આજે દેશભરમાં કોરોનાનાં કારણે લગ્ન સમારોહમાં કઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. પહેલાનાં સમયે લગ્ન સમારોહમાં જે કરવામાં આવતુ તેવુ ઘણુ હાલમાં થઇ રહ્યુ છે. આવો જ એક દાખલો હાલમાં રાજસ્થાનનાં જેસલમેરથી જોવા મળ્યો છે. 

Ajab Gajab News
123 87 કોરોનાનાં કારણે ઉટ પર લગ્ન કરવા નિકળ્યા વરરાજા, ચર્ચાનો બન્યો વિષય

આજે દેશભરમાં કોરોનાનાં કારણે લગ્ન સમારોહમાં કઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. પહેલાનાં સમયે લગ્ન સમારોહમાં જે કરવામાં આવતુ તેવુ ઘણુ હાલમાં થઇ રહ્યુ છે. આવો જ એક દાખલો હાલમાં રાજસ્થાનનાં જેસલમેરથી જોવા મળ્યો છે.

શપથ ગ્રહણ / કોરોના મહામારીના કારણે 10.45 કલાકે સાદગીપૂર્ણ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે મમતા બેનર્જી

આફને જણાવી દઇએ કે, કોરોના મહામારીનાં ભયથી લોકોનાં જીવનમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. લોકો હવે તેમના રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓનું પાલન કરતા જોવા મળી રહ્યા છે, જેમ કે માસ્ક પહેરવું, જાહેર સ્થળોએ લોકોથી યોગ્ય અંતર રાખવું. પરંતુ રાજસ્થાનનાં જેસલમેર જિલ્લાનાં બાંધેવા પંચાયતનાં વરરાજા મહિપાલ સિંહ અને તેમના પરિવારનાં સભ્યોએ કોરોનાને કારણે સામાજિક અંતર જાળવવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો છે. મહિપાલસિંહે લગ્ન કરવા માટે રણનાં વાહન તરીકે ઓળખાતા ઉંટ પર જાન લઇને દુલ્હનને લેવા પહોચ્યા હતા. તેમની આ રીત એકદમ અલગ જ જોવા મળી હતી, હાલમાં આ લગ્ન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન ગ્રામ પંચાયત બાંધેવાની કેસુલા પાના મહેચોની ઢાણીથી કાલજિરો ભાટિયોની ઢાણી બાંડમેર પહોંચી હતી. લગભગ 7 કિલોમીટર દૂર આવેલા બાડમેર જિલ્લામાં આવેલ કેસુબલા ગામ ત્યા આ જ અંદાજમાં જાન પહોંચી હતી. આ જાનમાં લગભગ 15 ઉંટ અને 30 જાનૈયાઓ હતા. કોરોના ગાઇડ લાઇનને અનુસરીને 50 વર્ષ બાદ, વડીલોએ ઉંટ પર નિકળેલી જાન જોઇને વૃદ્ધ લોકોને પોતાના લગ્નની યાદો તાજા થઇ ગઇ હતી. લોકો કહે છે કે દેશ અને દુનિયાની જેમ જેસલમેરમાં આધુનિકતાને કારણે, મોટાભાગનાં લોકો હવે જાન કાઠવા માટે ગાડીઓનો ઉપયોગ કરે છે, પરંતુ અગાઉ ઉંટ પર જ જાન લઇને લોકો જતા હતા. આવી સ્થિતિમાં, જેસલમેરમાં આટલા વર્ષો પછી, આ શૈલીમાં જાન નીકળી, તેથી સૌ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

મુલાકાત: ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે ઉદ્ઘાટન

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યુ છે. રાજસ્થાનમાં મંગળવારે કોવિડનાં નવા 16,974 નવા કેસ નોંધાયા હતા, જેમાં 154 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, રાજ્યમાં કોરોના ચેઇનને તોડવા માટે લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ છે. વળી ફક્ત 50 લોકોને જ લગ્નમાં ભાગ લેવાની મંજૂરી છે.

sago str 3 કોરોનાનાં કારણે ઉટ પર લગ્ન કરવા નિકળ્યા વરરાજા, ચર્ચાનો બન્યો વિષય