OMG!/ દુનિયાના આ દેશોમાં આવા પણ છે વિચિત્ર કાયદાઓ

આ પ્રકારનો કાયદો ઈરાનમાં છે, જ્યાં એક પિતા જ પોતાની પુત્રી સાથે લગ્ન પણ કરી શકે છે. આ કાયદો વર્ષ 2013 માં પસાર કરવામાં આવ્યો હતો,જે અંતર્ગત કોઈપણ પિતા તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરી શકે છે.

Ajab Gajab News Trending
a 75 દુનિયાના આ દેશોમાં આવા પણ છે વિચિત્ર કાયદાઓ

દુનિયામાં આવેલા 200 જેટલા દેશોમાં અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલાય છે અને સાથે સાથે આ દેશોની સંસ્કૃતિ તેમજ રીતિરિવાજ, કાયદો-વ્યવસ્થા પણ અલગ અલગ હોય છે, તે જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો કે અચરજ પરમાડી જશો.આજે અમે તમને આ જ પ્રકારના એક અનોખા દેશ વિશે અને તેના કાયદા અને વ્યવસ્થા અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્યાં એક પુત્રી પોતાના પિતા સાથે જ લગ્ન કરી શકે છે.

આ પ્રકારનો કાયદો ઈરાનમાં છે, જ્યાં એક પિતા જ પોતાની પુત્રી સાથે લગ્ન પણ કરી શકે છે. આ કાયદો વર્ષ 2013 માં પસાર કરવામાં આવ્યો હતો,જે અંતર્ગત કોઈપણ પિતા તેની દત્તક પુત્રી સાથે લગ્ન કરી શકે છે.

આ જ પ્રકારે સંસદમાં મૃત્યુ ગેરકાયદેસર-ઇંગ્લેન્ડમાં એક કાયદો છે કે અહીં સંસદમાં કોઈ મરી શકે નહીં આ કાયદો 2007 માં યુકેનો સૌથી વાહિયાત કાયદો કહેવાયો. લોકોએ કહ્યું હતું કે આ કાયદાનો કોઈ આધાર નથી.

આ જ રીતે સ્વિટ્ઝર્લન્ડ શૌચાલય ફ્લશ કરવું ગેરકાયદેસર છે. જો તમે સ્વિટ્ઝર્લેન્ડમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહેતા હો,તો પછી રાત્રે 10 વાગ્યા પછી તમે શૌચાલય ફ્લશ કરી શકતા નથી.ભલે તે તમારું પોતાનું ઘર કેમ ના હોય.સરકાર તેને ધ્વનિ પ્રદૂષણ માને છે.

બ્લુ જિન્સ પર પ્રતિબંધ મૂકવો-તમે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની તાનાશાહીથી વાકેફ છો.કિમ જોંગ પોતાના દેશમાં વિચિત્ર કાયદા બનાવવા માટે પણ પ્રખ્યાત છે.જણાવી દઈએ કે ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ છે.પશ્ચિમ સંસ્કૃતિના પ્રભાવથી બચાવવા ઉત્તર કોરિયામાં તેના પર પ્રતિબંધ છે.

બધા સમય સ્મિત-જો તમે ઇટાલીના મિલાન શહેરમાં છો,તો તે મહત્વપૂર્ણ છે કે તમે હંમેશા તમારા ચહેરા પર સ્મિત રાખો.ફક્ત અંતિમ સંસ્કાર અને હોસ્પિટલને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.ઉપરાંત,જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમને દંડ થઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો