Not Set/ હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાંથી હીરાઝડિત સોનાનો ટી કપ અને ટિફિન બોક્સની ચોરી

હૈદરાબાદ તેલંગણા રાજ્યની રાજધાની હૈદરાબાદ શહેરમાં રવિવારની રાત્રે ચોરોએ જૂની હવેલીમાં સ્થિત નિઝામ મ્યુઝિયમમાંથી હીરાજડિત સોનાનું ટિફિન અને સોનાના ટી કપ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ચોરી કરેલું સોનાનું ટિફિન અને સોનાંના ટી કપ ખૂબ જ મૂલ્યવાન હતા અને જેનો ઉપયોગ છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાને કર્યો હતો. હૈદરાબાદ પોલીસે આ ચોરોને પકડવા […]

Top Stories India Trending
tiffin હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાંથી હીરાઝડિત સોનાનો ટી કપ અને ટિફિન બોક્સની ચોરી

હૈદરાબાદ

તેલંગણા રાજ્યની રાજધાની હૈદરાબાદ શહેરમાં રવિવારની રાત્રે ચોરોએ જૂની હવેલીમાં સ્થિત નિઝામ મ્યુઝિયમમાંથી હીરાજડિત સોનાનું ટિફિન અને સોનાના ટી કપ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ચોરી કરેલું સોનાનું ટિફિન અને સોનાંના ટી કપ ખૂબ જ મૂલ્યવાન હતા અને જેનો ઉપયોગ છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાને કર્યો હતો.

હૈદરાબાદ પોલીસે આ ચોરોને પકડવા માટે 10 ટીમ બનાવી દીધી છે. પોલીસને આ ઘટનનાની જાણ મ્યુઝિયમના અધિકારી દ્વારા જાણવા મળી હતી. હાલમાં પોલીસે આખા પરિસરને સીલ કરી દીધું છે કે જેથી સબૂતના પુરાવા નષ્ટ ના થઇ જાય.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોર વેન્ટિલેટરના રૂમમાંથી પ્રવેશ્યા છે અને દીવાલ પર ચડવા માટે દોરડું વાપર્યું છે.ચોરી કરનાર પહેલેથી જાણતા હતા કે રૂમમાં કેમેરા લગાવેલા છે આથી તેને ચોરી કર્યા પહેલા કેમેરાને બીજી તરફ ફેરવાઈ દીધા હતા જેથી તેઓ પકડાઈ ન શકે.

પરંતુ પોલીસને હાલ એવું લાગી રહ્યું છે કે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ જ હોવું જોઈએ કે જેને મ્યુઝિયમ વિશે બધી ખબર હોય.

સોમવારે સવારે જયારે મ્યુઝિયમ ખોલ્યું ત્યારે અધિકારીએ જોયું કે મ્યુઝિયમમાંથી આ બંને વસ્તુ ગાયબ હતી અને તેમણે પોલીસને જાણ કરી. સીસીટીવીમાં કેદ બ્લર ચોરના બ્લર ચહેરા સાથે પોલીસે તપાસ આગળ વધારી છે.

પોલીસને શક છે કે આ કામ મ્યુઝિયમના કોઈ હાલના કે જુના કર્મચારીનું હોવું જ હોઈએ। હાલમાં જ મ્યુઝિયમમાં ઘણા 450 સમાન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાંથી ઘણા ઘણા સાતમા નિઝામ અને મીર મહબૂલ અલી ખાનના છે. આ તમામ સામાનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 250 થી 300 કરોડ વચ્ચેની છે.

ચોરી કરેલ કિંમતી સામાનની કિંમત આંતરરાષ્ટ્રીય સ્તરે 50 કરોડ છે. સોનાના ટિફિનનું વજન 2 કિલો છે અન્રે તેમાં ત્રણ ડબ્બા છે.આ ટિફિનમાં હીરા જડેલા છે.

આ ચોરેલું પ્રાચીન સોનાનું ટિફિન અને ટી કપ એ હૈદરાબાદના સાતમા નિઝામ, ઓસ્માન અલી ખાન બહાદુરને ભેટમાં આપવામાં આવ્યા હતા. સાતમા નિઝામના 25 વર્ષના શાસકકાળની ઉજવણી નિમિત્તે તેમને આ મૂલ્યવાન ભેટ કરવામાં આવી હતી.

ઇતિહાસકારો ચોરેલી અવશેષોના મૂલ્યનો અંદાજ કાઢવા સક્ષમ નથી પણ તેમને અમૂલ્ય તરીકે વર્ણવે છે