Not Set/ CBI વિવાદ : નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર બનાવાના નિર્ણય સામે SCમાં પહોચ્યા પ્રશાંત ભૂષણ

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય કરાયો હતો અને વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીના આ નિર્ણય બાદ હવે સિનીયર એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન દાખલ કરી છે. ત્યારબાદ હવે દેશની ટોચની જાસૂસ એજન્સીમાં […]

Top Stories India Trending
Prashant Bhushan d CBI વિવાદ : નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર બનાવાના નિર્ણય સામે SCમાં પહોચ્યા પ્રશાંત ભૂષણ

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ઉચ્ચકક્ષાની પસંદગી સમિતિએ આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય કરાયો હતો અને વચગાળાના પ્રમુખ તરીકે નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી હતી.

સિલેક્ટ કમિટીના આ નિર્ણય બાદ હવે સિનીયર એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન દાખલ કરી છે. ત્યારબાદ હવે દેશની ટોચની જાસૂસ એજન્સીમાં ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, CBIના ટોચના ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ૨ ઓફિસર રાકેશ અસ્થાના વચ્ચે શરુ થયેલા ઘમાસાણ બાદ સરકાર દ્વારા ગત વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ નાગેશ્વરને અસ્થાયી રૂપે CBIના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા CVC (ચીફ વિજીલન્સ કમિશન) ના નિર્ણયને પલટતા આલોક વર્માને CBIના ડાયરેક્ટર પદેથી હટાવવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ હવે આલોક વર્મા CBIના ચીફ બની રહેશે. જો કે તેઓ આ દરમિયાન કોઈ નીતિગત નિર્ણય કરી શકશે નહિ.

પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના ૩૬ કલાકમાં જ સિલેક્ટ કમિટી દ્વારા આ વધુ એકવાર આલોક વર્માને પોતાના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.