દર્દનાક અકસ્માત/ પંજાબમાં બસ દુર્ઘટના, કેનાલમાં બસ ખાબકતા 8 લોકોના મોત, અનેક લોકો લાપતા

પંજાબના મુક્તસર જિલ્લામાં એક ખાનગી બસ સરહિંદ ફીડર કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 60 લોકો નદીમાં ડૂબવા લાગ્યા હતા.

India Trending Breaking News
Mantavyanews 8 4 પંજાબમાં બસ દુર્ઘટના, કેનાલમાં બસ ખાબકતા 8 લોકોના મોત, અનેક લોકો લાપતા

પંજાબના મુક્તસર જિલ્લામાં એક ખાનગી બસ સરહિંદ ફીડર કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 60 લોકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. બસ કેનાલમાં પડી જવાથી 2 મહિલા સહિત કુલ 6 મુસાફરો ડૂબી ગયા હોવાનું જાણવા મળે છે. અકસ્માતમાં ડૂબી રહેલા 45 લોકોને જીવતા બચાવી લેવાયા હતા. જ્યારે અન્ય 10 લોકોની શોધખોળ ચાલુ છે.

આ અકસ્માત 19 સપ્ટેમ્બર, મંગળવારે બપોરે થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, મુક્તસર જિલ્લામાં એક ખાનગી બસ સરહિંદ ફીડર કેનાલમાં ખાબકી જતાં બે મહિલાઓ સહિત પાંચ મુસાફરો ડૂબી ગયા હતા. મુક્તસરના પોલીસ વડા હરમનબીર સિંહ ગિલે જણાવ્યું કે કેનાલમાંથી 8 મૃતદેહ મળી આવ્યા છે. “45 મુસાફરોને બસમાંથી બચાવી લેવામાં આવ્યા હતા,”

ડેપ્યુટી કમિશનર રુહી દુગ્ગે જણાવ્યું હતું કે બપોરે 1.30 વાગ્યે વરસાદના કારણે થયેલા અકસ્માત બાદ બચાવી લેવામાં આવેલા મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પંજાબ એસેમ્બલીના સ્પીકર કુલતાર સિંહ સંધવાન (કોટકપુરાના AAP ધારાસભ્ય)એ જણાવ્યું હતું કે અધિકારીઓને પીડિતોને જરૂરી બચાવ અને તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

દીપ બસ સેવાના માલિક હરદીપ સિંહ ડિમ્પી ધિલ્લોને પત્રકારોને જણાવ્યું હતું કે ડ્રાઇવર અને કંડક્ટર બચી ગયા છે. ધિલ્લોનના જણાવ્યા અનુસાર, જ્યારે ડ્રાઇવરે કારને ટક્કર ન લાગે તે માટે બ્રેક લગાવી ત્યારે બસ સ્લીપ થઈ ગઈ હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે આ બસ મુક્તસર-કોટકપુરા રૂટ પર હતી.

આ પણ વાંચો :New Parliament House/સંસદોના ફોટો સેશન દરમિયાન ગુજરાતના ભાજપના સાંસદ અચાનક બેહોશ થયા: Video

આ પણ વાંચો :Parliament special session/આજથી નવા ભવનમાં સંસદની કાર્યવાહી શરૂ થશે, 4 બિલ રજૂ કરાશે

આ પણ વાંચો :New Parliament Building/PM મોદી આજે નવી સંસદમાં પ્રવેશ કરતી વખતે બંધારણનું પુસ્તક હાથમાં લેશે,જાણો શું છે કાર્યક્રમ