India Canada news/ ભારત સાથે દુશ્મની ટ્રુડોને ભારે ન પડે, આ 10 કંપનીઓ બગાડી શકે છે કેનેડાની ઇકોનોમી

કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે ભારતની ઘણી કંપનીઓમાં તોતિંગ રોકાણ કર્યું છે

Top Stories Business
canadian pension fund invest huge fund in 10 indian company ભારત સાથે દુશ્મની ટ્રુડોને ભારે ન પડે, આ 10 કંપનીઓ બગાડી શકે છે કેનેડાની ઇકોનોમી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારતનો હાથ હોવાનો હળહળતો આરોપ લગાવ્યો છે. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે કેનેડિયન નાગરિકની હત્યા “ભારત સરકારના એજન્ટો” દ્વારા કરવામાં આવી છે. ટ્રુડોના આ આરોપ બાદ હવે બંને દેશ વચ્ચેના સંબંધો નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યો છે.

બુધવારે ભારતે કેનેડા સરકારને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, “પીએમ ટ્રુડોના આરોપો પાયાવિહોણા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ટ્રુડો દ્વારા કરવામાં આવેલા નિવેદનો ખાલિસ્તાની આતંકવાદીઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે, જેમને કેનેડામાં શરણ મળી રહ્યું છે.”

ભારત અને કેનેડા વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે એ જાણવું જરૂરી છે બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારી શું છે. રિપોર્ટ અનુસાર કેનેડાના પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે (CPPIN) ભારતની ઘણી કંપનીઓમાં તોતિંગ રોકાણ કર્યું છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા આ ટેન્શનની અસર તેના પર પણ પડી શકે છે.


એક લાખ કરોડથી વધુનું રોકાણ
ભારતીય કંપનીઓમાં CPPINના રોકાણની યાદી ઘણી લાંબી છે. આ યાદીમાં કોટક મહિન્દ્રા બેંકથી માંડી ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો પણ સામેલ છે. આ કંપનીઓમાં CPPINનું કુલ રોકાણ અંદાજીત એક લાખ કરોડ રૂપીયાથી વધારે છે.


કોટક મહિન્દ્રા બેન્ક
CPPINના રોકાણના ડેટાને ટાંકીને તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય બેન્કિંગ સેક્ટરમાં મોટું નામ ગણાતી કોટક મહિન્દ્રા બેંકમાં મોટું રોકાણ કર્યું છે. કોટક મહિન્દ્રા બેન્કમાં 2 ટકાથી વધારે CPPINની ભાગીદારી છે અને શેરહોલ્ડિંગના પેટર્ન મુજબ 9,500 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.


ICICI બેન્ક
કોટક મહિન્દ્રા બેન્ક ઉપરાંત ખાનગી ક્ષેત્રની મોટી બેન્ક ICICI બેન્કને પણ કેનેડા પેન્શન ફંડમાંથી રોકાણ મળ્યું છે. રિપોર્ટની માની તો ICICIને અમેરિકામાં લિસ્ટેડ સ્ટોક્સમાં કેનેડા પેન્શન ફંડના રોકાણની કિંમત 10 મિલિયન ડોલર (અંદાજે 8,300 કરોડ)ની આસપાસ છે.


ઝોમેટો
ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોમાં કેનેડા પેન્શન ફંડ તરફથી રોકાણ કરવામાં આવ્યું છે. જૂન મહિનામાં જારી કરવામાં આવેલા ત્રિમાસિક હોલ્ડિંગ પેટર્ન અનુસાર ફંડની પાસે ઝોમેટોમાં લગભગ 2.37 ટકા ભાગીદારી છે. વર્તમાન શેર ભાવ અનુસાર તેનું મુલ્ય 2,700 કરોડ રૂપિયા થાય છે.


Paytm
ઓનલાઇન પેમેન્ટ સર્વિસ પુરી પાડતી પેટીએમમાં પણ કેનેડા પેન્શન ફંડનું સારૂ રોકાણ છે. પેટીએમમાં કેનેડા પેન્શન ફંડે એન્કર ઇન્વેસ્ટર તરીકે 1.76 ટકા ભાગીદારી માટે રોકાણ કર્યું છે. વર્તમાન શેરની કિંમત અનુસાર તેનું મુલ્ય લગભગ 970 કરોડ રૂપિયા થાય છે.


વિપ્રો/ઇન્ફોસિસ
ટેક સેક્ટરમાં ભારતમાં દુનિયામાં ડંકો વગાડનારી કંપની ઇન્ફોસિસના અમેરિકામાં લિસ્ટેડ શેરમાં પેન્શન ફંડના લગભગ 22 મિલિયન ડોલરનું રોકાણ છે. ટેક સેક્ટરની બીજી એક દિગ્ગજ કંપની વિપ્રોના અમેરિકામાં લિસ્ટેડ શેરમાં લગભગ 11.92 મિલિયન ડોલરનું રોકાણ છે.


Nykaa
સ્વદેશી ફેશન એન્ડ બ્યુટી બ્રાંડ નાયકાના એન્કર ઇન્વેસ્ટરની યાદીમાં કેનેડાનું પેન્શન ફંડ સામેલ છે. એન્કર ઇન્વેસ્ટર તરીકે પેન્શન ફંડે નાયકામાં લગભગ 1.5 ટકાની ભાગીદારી લીધી છે અને વર્તમાન શેર અનુસાર આ રોકાણની કિંમત 620 કરોડ રૂપિયા આસપાસ થાય છે.


Delhivery
લોજિસ્ટિક સેવા પુરી પાડતી Delhiveryમાં મોટુ રોકાણ કરી સારી એવી ભાગીદારી મેળવી છે. જૂન 2023ના ત્રિમાસિક સુધીમાં પેન્શન ફંડ પાસે Delhiveryમાં કુલ 6 ટકા સ્ટોક હતા. Delhivery કંપનીએ વર્ષ 2022માં સ્ટોક માર્કેટમાં ડેબ્યું કર્યું ત્યારે કેનેડાના પેન્શન ફંડે તેમાં રોકાણ કર્યું હતું. જો શેરના વર્તમાન કિંમત અનુસાર આ રોકાણનું મુલ્યાંકન કરી તે તેની કિંમત લગભગ 1800 કરોડથી વધારે થાય છે.


ઇન્ડસ ટાવર
ઇન્ડસ ટાવર (જુની ભારતી ઇન્ફ્રાટ્રેલ) કંપનીમાં કેનેડા પેન્શન ફંડે રોકાણ કર્યું. કંપનીમાં 2.18 ટકાની ભાગીદારીના આધાર પર તેના રોકાણની કિંમત રૂ. 1000 કરોડથી વધારે થાય છે. જો અન્ય કંપનીની વાત કરી તો પીરામલ એન્ટરપ્રાઇઝ સહિત અન્ય મોટી કંપનીઓમાં કેનેડા પેન્શન ફંડે રોકાણ કર્યું છે કે પછી વિવિધ સેક્ટરોમાં કરાર કર્યાં છે.


બુધવારે સવારે ભારતે કેનેડાના હાઈ કમિશનરને ભારતમાંથી હાંકી કાઢવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના ભારત સરકારના નિર્ણયની જાણ કરવામાં આવી હતી,” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

જણાવી દઇએ કે ભારતમાં વોન્ટેડ નિજ્જરને 18 જૂને કેનેડામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબના જલંધરના ભરસિંહપુર ગામનો વતની, નિજ્જર સરેમાં રહેતો હતો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તેને “ફરાર” જાહેર કરવામાં આવ્યો હતો.