Surat News: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલામાં સુરતના હેમિલ માંગુકિયાનું મોત થયું હતું. વિદેશમાં કામ કરવાની ઘેલછાએ હેમિલ રશિયન આર્મીમાં સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો. હેમિલના પિતા અને કાકાએ રશિયન સરકાર અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યા બાદ હેમિલના મૃતદેહને સુરત પરત લાવવામાં આવશે.
સુરતમાં રહેતો 23 વર્ષીય હેમિલ માંગુકિયા વિદેશમાં નોકરી કરી સ્થાયી થવા માંગતો હતો. તેને એક યુટ્યુબ ચેનલ મારફતે વેબસાઈટ વિઝિટ કરી રશિયન આર્મીમાં હેલ્પર તરીકે કામ કરવા રશિયા પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં એજન્ટોએ રશિયન ભાષામાં લખેલો બીજો કોન્ટ્રાક્ટ સાઈન કરાવી દીધો હતો. ત્યારબાદ હેમિલને રશિયન આર્મીમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. હેમિલને બોર્ડર પર મોકલી દેવાયા બાદ યુક્રેનના ડ્રોન હુમલામાં હેમિલનું મોત થયું હતું.
હેમિલના મૃતદેહને પરત લાવવા તેના પિતા અને કાકા રશિયન સરકાર અને આર્મી તરફથી તેમના પુત્રના મૃતદેહને પરત લાવવા વિનંતી કરી હતી. જોકે, કેટલાય દિવસ સુધી કોઈ જવાબ ન આવતા હવે ભારતીય દૂતાવાસે 3 થી 4 દિવસોમાં હેમિલને ભારત પરત લાવવામાં આવશે. પણ હજુ સુધી કોઈ તારીખ આપવામાં આવી નથી.
આ પણ વાંચો:વડિયામાં લગ્નસરાની મોસમમાં ફટાકડાથી કચરાઓનો ઢગલો જોવા મળ્યો
આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો