Air India/ કેરળથી દુબઈ જતી ફ્લાઈટ એર ઈન્ડિયા એક્સપ્રેસમાં મળ્યો સાપ

હવે ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. સાપ અહીં કેવી રીતે પહોંચ્યો તે સાંભળીને દરેક લોકો દંગ રહી જાય છે

Top Stories World
15 3 કેરળથી દુબઈ જતી ફ્લાઈટ એર ઈન્ડિયા એક્સપ્રેસમાં મળ્યો સાપ

છેલ્લા કેટલાક સમયથી એર ઈન્ડિયાની  એરલાઇન્સમાં ખામીઓ સતત સામે આવી રહી છે. ક્યારેક એન્જિનમાંથી ધુમાડો તો ક્યારેક ટાયર પંચર થવાના કિસ્સા તાજેતરમાં નોંધાયા છે. હવે ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. સાપ અહીં કેવી રીતે પહોંચ્યો તે સાંભળીને દરેક લોકો દંગ રહી જાય છે. હવે આ મામલાની તપાસ એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ કરશે.

ઉલ્લેખનીય છે કે  શનિવારે જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન દુબઈ એરપોર્ટ પહોંચ્યું ત્યારે તેના કાર્ગો હોલ્ડમાં એક સાપ બેઠો હતો.  કોઈ પણ મુસાફર સાથે કોઈ ઘટના બની નથી અને સમયસર સાપ દેખાઈ ગયો હતો. ફ્લાઇટ સ્ટાફે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. હાલમાં આ માહિતી સામે આવી નથી કે ફ્લાઇટમાં કેટલા મુસાફરો સવાર હતા. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસના B737-800 વિમાને કેરળના કાલિકટથી દુબઈ માટે ઉડાન ભરી હતી. દુબઈ એરપોર્ટ પર પહોંચતા જ સ્ટાફે યાત્રીઓનો સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું તો તેમાં એક સાપ બેઠો હતો. સાપને જોતા જ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. બધાને કોઈક રીતે શાંત કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.

એરપોર્ટના ફાયર સર્વિસ સ્ટાફે સ્થળ પર પહોંચીને મુસાફરોને સલામત રીતે નીચે ઉતાર્યા અને સાપને બહાર કાઢ્યો. હવે DGCAએ આ મામલાની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા શુક્રવારે નેપાળથી નવી દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનનું ટાયર પંચર થઈ ગયું હતું. જે બાદ મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તમામ મુસાફરો સુરક્ષિત હતા અને કોઈને નુકસાન થયું ન હતું. જે બાદ ફ્લાઇટ કેન્સલ કરી શનિવાર માટે રિશેડ્યુલ કરવામાં આવી હતી.