ન્યાય/ દોઢ વર્ષની બાળકીનાં બળાત્કારી અને હત્યારાને મળી ફાંસીની સજા

ન્યાયિક વ્યવસ્થાનાં આવા ફેસલાઓ સરકારની મિશનરીઝમાં શક્તિનો સંચાર કરી રહ્યા છે. જી હા, રાયબરેલીમાં તિલક સમારોહ સમયે ઘટેલી હિન અને હિટકારી કહી શકાય તેવી દુષ્કર્મની ઘટના જેમાં પોતાનાં જ ઓળખીતા અને કહેવાતા સબંધીની માત્ર દોઢ વર્ષીય નિર્દોષ બાળકી સાથે વાસના અંઘ પિશાચ દ્વારા દુષ્કર્મ બાદ તેણીનો ભોગ લેવામાં આવ્યો હતો તે ભોગ બનનારને આજે ન્યાય […]

Top Stories India
fanshi1 દોઢ વર્ષની બાળકીનાં બળાત્કારી અને હત્યારાને મળી ફાંસીની સજા

ન્યાયિક વ્યવસ્થાનાં આવા ફેસલાઓ સરકારની મિશનરીઝમાં શક્તિનો સંચાર કરી રહ્યા છે. જી હા, રાયબરેલીમાં તિલક સમારોહ સમયે ઘટેલી હિન અને હિટકારી કહી શકાય તેવી દુષ્કર્મની ઘટના જેમાં પોતાનાં જ ઓળખીતા અને કહેવાતા સબંધીની માત્ર દોઢ વર્ષીય નિર્દોષ બાળકી સાથે વાસના અંઘ પિશાચ દ્વારા દુષ્કર્મ બાદ તેણીનો ભોગ લેવામાં આવ્યો હતો તે ભોગ બનનારને આજે ન્યાય મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હદયદ્રાવક આ ઘટનામાં દોઢ વર્ષીય નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેણીનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. આ ગુનાને અંજામ આપનાર દોષિતને રાયબરેલીનાં વિશેષ ન્યાયાધીશે પોક્સો એક્ટ અંતર્ગત ઠેરવવામાં આવ્યો છે અને તેને મૃત્યુ દંડ(ફાંસી)ની સજા ફટકારવામાં આવી છે. ફાંસીની સાથે સાથે તેણે દંડ રૂપે 2.20 લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. દંડની રકમનો અડધો ભાગ મૃતકના પિતાને આપવા હુકમ કરાયો છે. 

rape minor દોઢ વર્ષની બાળકીનાં બળાત્કારી અને હત્યારાને મળી ફાંસીની સજા

કોરોના રસીની શોધમાં લાગેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ અંતે પહોંચી મંદિરનાં શરણે, જાણો શું છે કારણ…

વિશેષ અભિયોજક (ફરિયાદી) વેદપાલ સિંહ અને સંદીપસિંહે જણાવ્યું હતું કે મૃતકના પિતાએ 3 મેના રોજ રાત્રે 12.30 વાગ્યે સલૂન પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેના પરિવારજનોએ 2 મેના રોજ તિલક સમારોહ કર્યો હતો.

rapist દોઢ વર્ષની બાળકીનાં બળાત્કારી અને હત્યારાને મળી ફાંસીની સજા

નારાયણ સાંઇએ ફરી લખણ ઝળકાવ્યા, જેલની બેરેકમાંથી મોબાઇલ મળ્યો, બીજા કેદીને અપાવી ખુનની ઘમકી…

સમારોહમાં સામેલ થવા આવેલા તેના સંબંધીએ તેની સાડા દસ વાગ્યે તેની દોઢ વર્ષની માસૂમ પુત્રી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ગળું  કાપીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ લાશ ગામની બહાર ટ્યુબવેલનાં ખાડામાં સંતાડી દીઘી હતી. ઘટના મામલે પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. વિવેચકે ચાર્જશીટ કોર્ટમાં મોકલી. ન્યાયાધીશે આરોપીને દુષ્કર્મ અને હત્યા માટે દોષિત ઠેરવ્યો અને મૃત્યુદંડ અને 2.20 લાખ રૂપિયાની સજા ફટકારી હતી. ન્યાયાધીશે દંડની અડધી રકમ માટે મૃતકના પિતાને 1.10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.  

નિર્ણયએ મિશન પાવર માટેનું ઉદાહરણ છે 

રાયબરેલીનાં એડિશનલ એસપી વિશ્વજીત શ્રીવાસ્તવે કહ્યું કે, ન્યાયતંત્ર અને પોલીસ દેશમાં આકાર લેતા મહિલા સતામણીના કોઇ પણ કેસોમાં ગુનેગારોને સજા કરવા કટિબદ્ધ છે, તેવો ફેસલો સરકારી મિશનરીની શક્તિ વધાર સ્વરુપ કહી શકાય તેમ છે અને આવો ફેસલો ભવિષ્યમાં લોકો માટે દાખલા રુપ પણ છે. મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.