Not Set/ બળાત્કાર પીડિતાનું સારવાર દરમિયાન મોત, ક્રૂરતાના દ્રશ્યો CCTV કેદ

મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રસ્તાની બાજુમાં પાર્ક કરેલા…

Top Stories India
બળાત્કાર

સાકીનાકા વિસ્તારમાં નિર્ભયા જેવી ક્રૂરતાનો ભોગ બનેલી 30 વર્ષની મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ક્રૂરતાની આ ઘટના બાદ મહિલાની હાલત નાજુક રહી હતી. આરોપી મોહન ચૌહાણની ઘટનાના થોડા કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ કંટ્રોલ રૂમને શુક્રવારે વહેલી સવારે ફોન આવ્યો હતો કે એક પુરુષ ખૈરાની રોડ પર એક મહિલાને માર મારતો હતો. આ માહિતી બાદ પોલીસ ટીમ મહિલાને શોધવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ લોહીથી લથપથ બળાત્કાર પીડિતાને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

આ પણ વાંચો :છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા આટલા કોરોના કેસ, 308 લોકોના મોત

પ્રાથમિક તપાસ મુજબ મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર થઈ હતી. અધિકારીને વાહનની અંદર લોહીના ડાઘા પણ મળ્યા હતા. આરોપીઓની ધરપકડ કરીને ભારતીય દંડ સહિતની (IPC) ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 376 (બળાત્કાર) હેઠળ આરોપી ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ ચાલુ છે.

ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી મોહિત ચૌહાણ (45) એ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેને ખરાબ રીતે માર માર્યો હતો. તેમજ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. આ પછી તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં ઘણી વખત લોખંડનો સળિયો નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મહિલાને ટેમ્પોમાં બેસાડી નાસી ગયા હતા.

આ પણ વાંચો :દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, ભારે પવનથી પ્રસરી ઠંડક

15 મિનિટ પછી ત્યાંથી પસાર થઈ રહેલા કોઈએ શખ્સે મહિલાને લોહીથી લથપથ બેભાન અવસ્થામાં જોઈ. ત્યારબાદ તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ આરોપીઓ સામે ખૂબ મહત્વના પુરાવા છે.

પીડિતાના મૃત્યુ પહેલા મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે મહિલાની હાલત નાજુક છે, લોહી ઓછું છે અને પ્રાઈવેટ પાર્ટ નિકળી ગયો છે. અત્યારે મહિલા વેન્ટિલેટર પર છે. આ એક દુ:ખદ ઘટના છે. મહિલાના આંતરડા બહાર આવી ગયા હતા, ઘણું લોહી નીકળી ગયું હતું, બે મિનિટ કે બે કલાક કહી શકતા નથી, ડોકટરો બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડના ચમોલીમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા લોકો

ડિસેમ્બર 2012 માં, એક યુવતી – જેને બાદમાં ‘નિર્ભયા’ તરીકે ઓળખવામાં આવી હતી – દિલ્હીમાં ચાલતી બસમાં નિર્દયતાથી સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. ઘણા દિવસો સુધી જીવન માટે સંઘર્ષ કર્યા પછી, હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો :દેશમાં કોરોના વાયરસ અને રસીકરણની સ્થિતિ પર પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક

આ પણ વાંચો :શિવરાજ સરકાર લાવી રહી છે નવો કાયદો ગરીબોને મળશે પૈસા..જાણો