Not Set/ PM મોદીનાં સંબોધન પર ઓવૈસીનો તંજ, કહ્યુ- બોલવાનુ હતુ ચીન પર અને ચણા પર બોલી ગયા

કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છઠ્ઠી વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ​​પોતાના સંબોધનમાં લદ્દાખની ગાલવાન ખીણમાં ચીન સાથે લોહિયાળ હિંસક અથડામણ અંગે એકવાર ચર્ચા કરી નહોતી. ત્યારબાદથી વિપક્ષી પાર્ટીનાં નેતા પીએમ મોદી પર આ મુદ્દે શાબ્દિક હુમલો કરી રહ્યા છે. વડા પ્રધાનનાં સંબોધન પછી તુરંત જ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ […]

India
121ddbb79aa625ba7916f3e34e2338d8 1 PM મોદીનાં સંબોધન પર ઓવૈસીનો તંજ, કહ્યુ- બોલવાનુ હતુ ચીન પર અને ચણા પર બોલી ગયા

કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છઠ્ઠી વખત દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ ​​પોતાના સંબોધનમાં લદ્દાખની ગાલવાન ખીણમાં ચીન સાથે લોહિયાળ હિંસક અથડામણ અંગે એકવાર ચર્ચા કરી નહોતી. ત્યારબાદથી વિપક્ષી પાર્ટીનાં નેતા પીએમ મોદી પર આ મુદ્દે શાબ્દિક હુમલો કરી રહ્યા છે.

વડા પ્રધાનનાં સંબોધન પછી તુરંત જ કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા, જે બાદ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું, “આજે પીએમ મોદીને ચીન પર બોલવાનુ હતુ તો ચણા પર બોલી ગયા.” તે પણ જરૂરી હતું કારણ કે સરકારનું વિચાર્યા વિનાનું લોકડાઉને ઘણા મજૂરો અને કામદારોને ખાધા વગર રહેવાની ફરજ પાડી. આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, તમે ઘણા ઉત્સવો આવતા હોવાનો ઉલ્લેખ કર્યો પણ બકરી ઈદને ભૂલી ગયા, ચાલો… તો પણ તમને ઈદ મુબારક.