Ahmedabad/ શાળાઓના વેકેશનને પગલે કાંકરીયા સોમવારે પણ ખુલ્લુ રહેશે, શહેરીજનોના આનંદમાં વધારો

કાંકરીયા તળાવ શહેરનું સૌથી મોટું તળાવ છે. શહેરીજનોમાં પહેલેથી જ ફરવા માટેના સ્થાન તરીકે કાંકરીયા પ્રથમ પસંદગી હોય છે. અત્યારે શાળાની રજાનો માહોલ છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 27T094149.724 શાળાઓના વેકેશનને પગલે કાંકરીયા સોમવારે પણ ખુલ્લુ રહેશે, શહેરીજનોના આનંદમાં વધારો

કાંકરીયા તળાવ શહેરનું સૌથી મોટું તળાવ છે. શહેરીજનોમાં પહેલેથી જ ફરવા માટેના સ્થાન તરીકે કાંકરીયા પ્રથમ પસંદગી હોય છે. અત્યારે શાળાની રજાનો માહોલ છે. ત્યારે કાંકરીયાને લઈને વધુ એક ખુશ ખબર સામે આવ્યા છે. કાંકરીયા તળાવ સોમવારે પણ ખુલ્લુ રહેશે. આ નિર્ણયથી શહેરજનોમાં આનંદમાં વધારો થશે. કાંકરીયામાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, લેસર શો, માછલીઘર, બોટિંગ એક્ટિવિટી અને ટ્રેન જેવા આર્કષણો રહેલા છે. મુલાકાતીઓને આર્કષિત કરતા આ ફરવા માટેના સ્થાનમાં હંમેશા ભીડ જોવા મળે છે.

કાંકરીયામાં કુલ 7 પ્રવેશ દ્વાર છે. છતાં પણ પ્રવેશ માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી AMCએ મોટો નિર્ણય લીધો છે. કાંકરીયામાં ટિકિટબારીની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવતા ઓનલાઈન બુકિંગ કરવામાં આવે છે. કાંકરીયામાં પ્રવેશ માટે 12 વર્ષની નીચેના વયના બાળકો માટે પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયાની ટિકિટ લેવામાં આવે છે.

કાંકરીયા પરિસરની અંદર ટ્રેન, બાલવાટિકા જેવા આકર્ષણો માટે પણ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. શહેરીજનો ટિકિટ બાર પર ઉભા રહેવામાંથી મુક્તિ મેળવતા www.kankarialaketickets.com વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકાશે. કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે વેબસાઈટ શરૂ કરવામાં આવી જ્યારે મહાનગર પાલિકા દ્વારા મોબાઈલ એપ્લિકેશન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં તમે મોબાઈલ એપ્લિકેશન AMC Sevaમાં Online TIcket Bookings સેકશન પરથી પણ ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો.

કાંકરીયા તળાવની મુલાકાત લેવા ઇચ્છતા નાગરિકો ઓનલાઈન બુકિંગ કરાવી કોઈપણ સ્થાન પરથી ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકે છે. તેઓ ડિબેટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઇન્ટરનેટ બેંકિગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસી જેવા ડિજિટલ માધ્યમથી કોઈપણ પ્રકારની ટિકિટ માટે પેમેન્ટ કરી શકશે. ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષણોની પણ માહિતી મેળવી શકાશે. જે મુલાકાતીઓ ઓનલાઈન બુકિંગ કરાવા માંગે છે તેમણે પ્રથમ તેમના નામ, મોબાઈલ નંબર અને ઇ-મેઈલ આઈડીની વિગત આપવાની રહેશે. ત્યારબાદ કાંકરિયામાં પ્રવેશ તેમજ અન્ય આર્કષણો માટે ટિકિટ લેવી હોય તે પસંદ કરી નાણાંની ચૂકવણી કરવાનું રહેશે. તેના બાદ જ ક્યુઆર કોડ સહિતની ટિકિટ જનરેટ થશે. અને તમે આપેલ મોબાઈલ નંબર તેનો SMS આવશે. યાદ રહે કે ફોનમાં આવેલ આ SMS ડીલીટ ના થાય. કેમકે તમે જ્યારે કાંકરીયામાં પ્રવેશ કરો ત્યારે તમારે ફરજીયાત બતાવવાનો રહેશે. તે બતાવ્યા બાદ જ તમને કાંકરીયાની અંદર એન્ટ્રી મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોયફ્રેન્ડને દરરોજ સેંકડો વખત કરતી હતી કોલ-મેસેજ , જ્યારે તેનો જવાબ ન મળતો ત્યારે તે અજીબોગરીબ હરકતો  કરતી,ડોક્ટરે કહ્યું- આ લવ બ્રેઈન છે

આ પણ વાંચો:પાકિસ્તાનીઓને વિઝા અને ફેર મેમ્સ જોઈએ છે, રશિયન મહિલાએ વીડિયોમાં કર્યો ખુલાસો