બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ અને લોકપ્રિય અમેરિકન સિંગર નિક જોનસ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. નિક જોનસની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે અને તે તેના ગીતોથી ચાહકોને દિવાના બનાવે છે. આ દરમિયાન નિક જોનસના કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે.
નિક સાથે મહિલા ફેન્સે કર્યું ખૂબ જ શરમજનક કૃત્ય
નિક જોનસના કોન્સર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનસ લાઈફ પરફોર્મન્સ આપી રહ્યો છે, જ્યારે કોન્સર્ટમાં હાજર તેની એક મહિલા ચાહકે તેની બ્રા તેની તરફ ફેંકી હતી. આ પછી નિકને કંઈ સમજાતું નથી અને થોડા સમય માટે અટકી જાય છે. જો કે, આ પછી, કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના, તે ત્યાંથી નીકળી જાય છે અને પાછા ગાવાનું શરૂ કરે છે. વીડિયોમાં નિક બ્લૂ શર્ટ અને રેડ શેડ પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
હવે આ વીડિયો જોયા પછી બધા ચોંકી ગયા. જ્યાં એક યુઝરે લખ્યું, ‘ચાહકોએ કલાકારોનું સન્માન કરતા શીખવું પડશે. આ ખૂબ જ અપમાનજનક છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ શરમજનક છે..પોતાને ફેન કહેવો અને પછી કલાકાર પર બ્રા ફેંકવી..આ ખૂબ જ ખરાબ બાબત છે.’ જ્યારે ત્રીજાએ લખ્યું, ‘ખબર નથી કે આ લોકો ક્યારે મોટા થશે અને કલાકારને માન આપતા શીખશે.’
આપને જણાવી દઈએ કે નિક જોનસ સાથે આ ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા પણ એક પ્રશંસકે નિક પર બ્રા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રિયંકાએ સ્ટેજ પર પહોંચે તે પહેલા જ તેને પકડી લીધી હતી.
આ પણ વાંચો:‘Jawaan’ scene leaked/લીક થયો શાહરૂખ ખાનનો ‘જવાન’ નો સીન, પ્રોડક્શન હાઉસે મુંબઈ પોલીસને કરી ફરિયાદ
આ પણ વાંચો:passed away/અંકિતા લોખંડેના પિતાનું 68 વર્ષની વયે અવસાન, છેલ્લા ઘણા દિવસોથી હતા બીમાર
આ પણ વાંચો:Sridevi Birth Anniversary/ગૂગલે શ્રીદેવીની યાદમાં બનાવ્યું ખાસ ડૂડલ, આજે છે ‘હવા હવાઈ’નો 60મો જન્મદિવસ