Not Set/ PHOTOS : ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : મહાન ખેલાડી મારાડોનાએ આ રીતે મનાવી પોતાની ટીમની પ્રથમ જીત

સેંટ પીટર્સબર્ગ, રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો. નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય છે, ત્યારે પોતાની ટીમ સાથે બોક્સમાં બેઠેલા મહાન ખેલાડી ડિએગો મારાડોના ટીમના […]

Trending Sports
AP18177644625547 PHOTOS : ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : મહાન ખેલાડી મારાડોનાએ આ રીતે મનાવી પોતાની ટીમની પ્રથમ જીત

સેંટ પીટર્સબર્ગ,

રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજોએ કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો.

નાઈજીરિયા સામેની જીત સાથે જ આર્જેન્ટીનાનો આ વર્લ્ડકપમાં પ્રથમ વિજય છે, ત્યારે પોતાની ટીમ સાથે બોક્સમાં બેઠેલા મહાન ખેલાડી ડિએગો મારાડોના ટીમના અન્ય ખેલાડીઓની સાથે સાથે ફોકસમાં હતા. આર્જેન્ટીનાએ મેચ જીતવાની સાથે જ મારાડોના ખુબ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા.

પોતાની ટીમના વિજયનો ઉત્શાહ મનાવતા તેઓએ VVIP બોક્સમાંથી બહાર આવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. જો કે આ દરમિયાન ત્યાં ઉપસ્થિત સુરક્ષાકર્મીઓએ તેઓને કાબુમાં રાખ્યા હતા. મેચમાં અતિ ઉત્સાહ બાદ મારાડોનાની તબિયત પણ લથડી હતી.