Not Set/ છેલ્લા 1 વર્ષમાં 5 લાખથી વધુ અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરી ભર્યો કરોડો રૂપિયાનો દંડ

છેલ્લા 1 વર્ષમાં 5 લાખથી વધુ અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરી ભર્યો કરોડો રૂપિયાનો દંડ

Ahmedabad Gujarat Trending
1000 old currency 8 છેલ્લા 1 વર્ષમાં 5 લાખથી વધુ અમદાવાદીઓએ માસ્ક નહિ પહેરી ભર્યો કરોડો રૂપિયાનો દંડ

હાલમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરનો ઓછાયો ઘેરાઈ રહ્યો છે. રાજ્ય સહીત દેશમાં કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્રમાં કોરોના કાળમાં ઉઘરાવેલા દંડ અંગે ચર્ચા થઇ હતી. જેમાં સરકર દ્વારા ઉઘરાવેલા દંડની રકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના કાળમાં લોકડાઉન અને તેના કારણે લોકોના ધંધા પાણી બંધ રહ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં પણ લોકો પાસે થી સરકારે કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હોવાનું બહાર આવ્યું છે. એકલા અમદાવાદ શહેરમાંથી જ કરોડો રૂપિયો દંડ માસ્ક વિના ફરતાં લોકો પાસેથી ઉઘરાવવામાં આવ્યો છે.

કોરોના કાળમાં અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવેલા દંડની રકમ અંગે ગૃહમાં મુખ્યમંત્રી એ લેખિતમાં જવાબ આપ્યો છે. ધારાસભ્ય લાખા ભરવાડએ અકન્ગે સવાલ કર્યો હતો. અને તેના સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં 5,04,828 વ્યક્તિએ માસ્ક ના કાયદાનો ભંગ કર્યો છે. તમામ પાસેથી રૂ. 30 કરોડ 07 લાખ 32 હજાર 840 ની રકમનો દંડ વસુલાયો  છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ફરી એકવાર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં તા.૩૧ માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ સુધી કરફયુ નાખી દેવામાં આવ્યો છે. સાથોસાથ રેલ્વે સ્ટેશન, એર પોર્ટસ અને રાજ્યની સરહદો સાથે જોડાયેલા માર્ગો દ્વારા ગુજરાત આવતા યાત્રિકો-વ્યક્તિઓનું સ્કીનીંગ પણ કરવામાં આવી રહ્યું છે. લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ